Gujarati News Photo gallery Shilpa Shetty stock market listed Viaan Industries Ltd filed for bankruptcy news of buying company stock taking upper circuit
શિલ્પા શેટ્ટીની શેરબજારમાં લિસ્ટેડ આ કંપનીએ નાદારી નોંધાવી, કંપની ખરીદવાના સમાચાર બાદ શેરમાં લાગી રહી છે અપર સર્કિટ
છેલ્લા 6 મહિનામાં વિયાન ઈન્ડસ્ટ્રીઝના શેરે ઈન્વેસ્ટર્સને 0.30 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 51.72 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 31.34 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 0.21 રૂપિયાનું વળતર આપ્યું છે.
1 / 5
શિલ્પા શેટ્ટીની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝે નાદારી જાહેર કરી છે. ત્યારબાદ તેને ખરીદવા માટે એક કંપની તૈયાર બતાવી છે. શિલ્પા શેટ્ટી આ કંપનીમાં નોનએક્ઝીક્યુટીવ ડાયરેક્ટ પ્રમોટર હતી. વર્ષ 2022 માં કંપનીને NCLT હેઠળ નાદારી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી હતી. વર્ષ 2024 માં વિયાન ઈન્ડસ્ટ્રીઝે દેવાળા કંપની તરીકે જાહેર કરવામાં આવી છે.
2 / 5
આ કંપનીને હવે કુંદન કેર પ્રોડક્ટ્સ લિમિટેડે ખરીદવાની તત્પરતા દર્શાવી છે. કુંદન કેર પ્રોડક્ટ્સ લિમિટેડને વિયાન ઈન્ડસ્ટ્રીઝ ખરીદવાની મંજુરી મળી ગઈ છે અને કંપની શેર માર્કેટમાં ફરી ટ્રેડ થઈ શકશે. વિયાન ઈન્ડસ્ટ્રીઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને રાજ કુન્દ્રા તેમજ શિલ્પા શેટ્ટી તેના પ્રમોટર્સ હતા.
3 / 5
વિયાન ઈન્ડસ્ટ્રીઝેના શેર 28 ફેબ્રુઆરીના રોજ 0.04 રૂપિયાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. શેર 0.88 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો અને 0.88 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.76 ટકાની અપર સર્કિટ સાથે 0.88 રૂપિયાના સ્તર પર છે. કંપનીના શેરમાં છેલ્લા 3 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે.
4 / 5
છેલ્લા 6 મહિનામાં વિયાન ઈન્ડસ્ટ્રીઝના શેરે ઈન્વેસ્ટર્સને 0.30 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 51.72 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 31.34 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 0.21 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં -87.81 ટકાનું રિટર્ન આપ્યું છે.
5 / 5
વિયાન ઈન્ડસ્ટ્રીઝની નાદારી પ્રક્રિયા ચાલુ હોવાથી પ્રમોટર્સ હોલ્ડિંગ અને પબ્લિક હોલ્ડિંગની વિગતો ઉપલબ્ધ નથી. આ ઉપરાંત કંપની શેરહોલ્ડર્સની માહિતી પણ નથી. કંપનીનું કુલ માર્કેટ કેપ 9.70 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 11.5 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો -1.30 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)