
આ પછી હિન્દી સિનેમા તેમને ઓળખવા લાગ્યું. આ પછી, તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને બધાના દિલ જીતી લીધા. તેની હિટ લિસ્ટમાં 'ગોલમાલ', 'સ્ટાઈલ', '3 ઈડિયટ્સ', 'રંગ દે બસંતી' અને 'એક્સક્યુઝ મી' જેવી ઘણી ફિલ્મો સામેલ છે. તમને જણાવી દઈએ કે 'રંગ દે બસંતી' અને '3 ઈડિયટ્સ' જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનાર શરમન જોષીને ફિલ્મ 'ફેરારી કી સવારી' માટે 40 ઓડિશન આપવા પડ્યા હતા.

શરમન જોષીનું દિલ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણા ચોપરા પર આવી ગયું હતું. બંનેની મુલાકાત કોલેજકાળ દરમિયાન થઈ હતી. જ્યારે તેઓ પહેલીવાર મળ્યા ત્યારે એવું લાગતું હતું કે બંને વચ્ચે કોઈ ખાસ જોડાણ છે. બંને મિત્રો બન્યા અને સમયની સાથે તેમનો સંબંધ વધુ ગાઢ બન્યો. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 15 જૂન 2000ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો છે, એક પુત્રી ખ્યાના જેનો જન્મ વર્ષ 2005માં થયો હતો અને જોડિયા પુત્રો વરયાન અને વિહાનનો જન્મ વર્ષ 2009માં થયો હતો.

શરમનની બહેન માનસી પણ ખૂબ જ સુંદર છે.માનસી જોષી રોય છેલ્લા 25 વર્ષથી વધુ મનોરંજનની દુનિયામાં કામ કરી રહી છે. જો કે, હવે લાંબા ગાળા પછી, અભિનેત્રી મનોરંજન ઉદ્યોગમાં ફરી એન્ટ્રી કરીને ખૂબ જ ખુશ છે.તમને જણાવી દઈએ કે તેના પતિ એક્ટર રોહિત રોય છે, જે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે. માનસી ને અભિનય વારસામાં મળ્યો છે. તેમના પિતા અરવિંદ જોષી ગુજરાતી થિયેટરના જાણીતા કલાકાર હતા. બંને ભાઈ અને બહેન શરમન અને માનસી ઉત્તમ કલાકારો છે

ઘણા લોકો નથી જાણતા કે માનસી એક્ટર શર્મન જોષીની રિયલ લાઈફ બહેન છે. જ્યારે અભિનેતા પ્રવિણ જોષી તેમના કાકા છે. તેમજ સરિતા જોષી તેના કાકી છે. જે એક ભારતીય અભિનેત્રી છે. ગુજરાતી અને મરાઠી થિયેટરના શ્રેષ્ઠ અને સૌથી નોંધપાત્ર કલાકારોમાંથી એક છે, સરિતા જોષી તેમના પતિ પ્રવિણ જોષી સાથે 1970 ના દાયકામાં કરેલા તેમના ગુજરાતી નાટકો માટે જાણીતા છે.

સરિતા જોષીની બે પુત્રીઓ કેતકી અને પુર્વી પણ તેમની જેમ અભિનયની દુનિયામાં સક્રિય છે. અભિનેત્રી કેતકી દવેએ ટીવી સિવાય 'કલ હો ના હો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પૂર્વી જોષી પણ ઘણી સિરિયલોમાં જોવા મળી છે.સરિતા જોષીએ બાળ કલાકાર તરીકે ગુજરાતી અને મરાઠી થિયેટરમાં શાનદાર કામ કર્યું છે.
Published On - 9:58 am, Tue, 19 September 23