
IPOની અપર પ્રાઇસ બેન્ડ 1008 રૂપિયા હતી. આ હિસાબે નમિતા થાપરને લગભગ 127 કરોડ રૂપિયા મળ્યા હશે. ખાનગી પોર્ટલના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, થાપર કંપનીના લગભગ 63 લાખ શેર ધરાવે છે. એટલે કે કંપનીમાં તેમનો હિસ્સો 3.5% છે.

મજબૂત લિસ્ટિંગ બાદ એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સના શેરમાં સારી તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં કંપનીના શેર 3 ટકાના વધારા સાથે 1384 રૂપિયા પર પહોંચી ગયા છે.

તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં કંપનીના શેર 1385 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. Emcure Pharmaનો IPO 3 જુલાઈના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 5 જુલાઈ, 2024 સુધી ખુલ્લો રહ્યો હતો.

Emcure ફાર્માસ્યુટિકલ્સનો IPO કુલ 67.87 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 7.36 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

તે જ સમયે, નોન ઈસ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ (NII) કેટેગરીમાં 49.32 વખત દાવ મૂકવામાં આવ્યો હતો. કંપનીના IPOને લાયક સંસ્થાકીય ખરીદદારોની શ્રેણીમાં 191.24 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.