
શરૂઆતી ઘટાડો રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ તેનું મુખ્ય કારણ હતું. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ખોટમાં રહ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ, જાપાનનો નિક્કી 225 અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પ્રોફિટમાં હતો.

મંગળવારે યુએસ બજારો સકારાત્મક પોઝીટીવ પર બંધ થયા હતા. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.28 ટકા ઘટીને $74.96 પ્રતિ બેરલ થઈ ગયું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મંગળવારે વેચનાર હતા અને તેમણે રૂ. 2,784.14 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

માર્કેટ 10 ડેમાં લાઈન અને 20 ડેમાં લાઈન પર બંધ થયું છે, જેનો મતલબ માર્કેટ હજી ઉપર જવાની તાકાત રાખે છે, એટલે આવતીકાલે અને 26 સપ્ટેમ્બર અને ગુરૂવારે માર્કેટ ઉપર જઈ શકે છે.