દક્ષિણ કોરિયાની કાર નિર્માતા હ્યુન્ડાઈના ભારતીય યુનિટ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના આઈપીઓનો પ્રથમ દિવસ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. મંગળવારે બિડિંગના પ્રથમ દિવસે માત્ર 18 ટકા સબ્સ્ક્રિપ્શન મળી શક્યું હતું. NSE ડેટા અનુસાર, રૂ. 27,870 કરોડના IPO હેઠળ 1,77,89,457 શેર માટે બિડ મળી હતી, જ્યારે ઓફર 9,97,69,810 શેર માટે છે.