
દરમિયાન, બે એવા નામો જાહેર થયા છે જેમનો શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમના ચાહકો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે. ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા અને કવિ શૈલેષ લોઢાને બિગ બોસ 19 ઓફર કરવામાં આવી છે. તેમના સિવાય, પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ગેમર પાયલ ધારે એટલે કે 'પાયલ ગેમિંગ'નો પણ શોમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

શૈલેષ લોઢા અને પાયલ ગેમિંગ વિશે વાત કરીએ તો, બંનેને શો માટે ઓફર મળી ગઈ છે પણ હજુ સુધી આ બન્ને માંથી કોઈએ ઓફર સ્વીકારી નથી, પણ ફેન્સ ઈચ્છી રહ્યા છે શૈલેષ લોઢા આ શોમાં જોડાય.

શરૂઆતમાં એવા અહેવાલો હતા કે આ વખતે બિગ બોસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને લેવામાં આવશે નહીં. પરંતુ જ્યારે પાંચ મહિનાની લાંબી સફરને કારણે ઘણી મોટી હસ્તીઓ શોથી દૂર રહી, ત્યારે નિર્માતાઓએ તેમની રણનીતિ બદલવી પડી છે. હવે તેઓ સ્પર્ધકોની યાદી પૂર્ણ કરવા માટે કન્ટેન્ટ ક્રિએટર્સનો પણ સંપર્ક કરી રહ્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના શોની આ સીઝનમાં, કલાકારો કરતાં વધુ સોશિયલ મીડિયા પ્રભાવકો સ્પર્ધકો તરીકે જોવા મળશે.