Sovereign Gold Bond Scheme : ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ પર સરકારે સંસદમાં આપ્યો જવાબ, જાણો નવી સિરીઝ ક્યારે આવશે

વર્ષ 2015 માં ડિજિટલ સોનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના વર્ષ 2025 ના બજેટમાં બંધ કરવામાં આવી હતી. હવે આ યોજના ફરીથી શરૂ થશે કે નહી તેને લઈને સરકારે સંસદમાં એક ખાસ માહિતી આપી છે.

| Updated on: Jul 25, 2025 | 6:45 PM
4 / 8
જણાવી દઈએ કે, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના વર્ષ 2015 માં ડિજિટલ સોનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં, સરકારે રોકાણકારોને સસ્તા ભાવે સોનું ખરીદવાની તક આપી હતી. RBI વેબસાઇટ અનુસાર, તેની પાકતી મુદત 8 વર્ષની હતી અને SGB માં 2.5% નું ફિક્સ વ્યાજ હતું.

5 / 8
સરકારે કહ્યું કે, ભારત સરકાર સરકારી સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ અને સોવરિન ગોલ્ડ બોન્ડ જેવા વિવિધ માધ્યમો દ્વારા તેના ભંડોળની જરૂરિયાતો પૂરી કરે છે. હવે કયા માધ્યમથી ભંડોળ એકત્ર કરવું તે અંગેનો નિર્ણય ખર્ચ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. તાજેતરના વૈશ્વિક તણાવને કારણે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે SGB દ્વારા લોન લેવી મોંઘી થઈ ગઈ છે. સરકાર લોનની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

6 / 8
નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, તેઓ 'Prudent Debt Management Strategy' અપનાવીને SGBનો આગામી હપ્તો જારી કરવાનો નિર્ણય લેશે. આનો અર્થ એ છે કે, સરકાર વિચાર્યા વિના યોજના ફરીથી શરૂ નહીં કરે. જો કે, આના કારણે સરકારી ઉધારનો ખર્ચ કેટલો વધી રહ્યો છે તે જોવામાં આવશે. સંસદમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર ઉધારનો ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરી રહી છે.

7 / 8
તેમણે વધુમાં કહ્યું કે, SGBના નવા હપ્તા જારી કરવા પર વિચાર કરતી વખતે દેવાના ખર્ચને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, સોવરિન ગોલ્ડ બોન્ડની છેલ્લી સિરીઝ (સિરીઝ IV 2023-24) ફેબ્રુઆરી વર્ષ 2024 માં જારી કરવામાં આવી હતી. ત્યારથી સોનાના ભાવમાં 70% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

8 / 8
નાણા રાજ્યમંત્રીએ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 'ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ એન્ડ ફાઇનાન્શિયલાઇઝેશન' રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, ભારતીય ઘરો અને ધાર્મિક સંસ્થાઓ પાસે લગભગ 23,000 થી 25,000 ટન સોનું છે, જેની કિંમત લગભગ $1.4 ટ્રિલિયન છે. હાલમાં, દેવાના ખર્ચને પ્રાથમિકતા આપતા, સરકાર SGB ના આગામી હપ્તા અંગે કાળજીપૂર્વક નિર્ણય લેશે. સોનાના વધતા ભાવે રોકાણકારોને મજબૂત નફો આપ્યો છે.