
SGX નિફ્ટીના ડેટા અનુસાર શુક્રવારે સેન્સેક્સ 3000 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી શકે છે. અને નિફ્ટી 50માં 1000 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી શકે છે. તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ દરો પર 90 દિવસનો પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ, યુએસ માર્કેટમાં રોકેટ જેવો ઉછાળો જોવા મળ્યો છે.

બુધવારે યુએસ બજારમાં 12.16 ટકા સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો. ગઈકાલે ડાઉ જોન્સમાં 6.38%, S&P 500 માં 9.5% અને Nasdaq માં 12.16%નો ઉછાળો નોંધાયો હતો. જે બાદ આજે એશિયન બજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ટેરિફ નીતિની જાહેરાત બાદ, વિશ્વભરના શેરબજારોમાં વિનાશક ઘટાડો જોવા મળ્યો. આ સપ્તાહે સોમવારે સેન્સેક્સ 3914 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને નિફ્ટી 1146 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

મંગળવારે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 875 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 285 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. પરંતુ બુધવારે બજારને ફરી એકવાર ભારે નુકસાન થયું. ગઈકાલે સેન્સેક્સ 379 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 136 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
Published On - 8:21 am, Fri, 11 April 25