રોકાણકારો માટે ખુશખબર… હવે ટ્રેડિંગમાં ‘મોટું નુકસાન’ અટકશે, SEBIએ લાગુ કર્યા ‘નવા નિયમો’

જો તમે ગોલ્ડ, સિલ્વર કે શેરબજારના ETF માં રોકાણ અથવા ટ્રેડિંગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) દ્વારા ETF ટ્રેડિંગ સંબંધિત નવા નિયમો અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. માર્કેટમાં આવતા ભારે ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારોને યોગ્ય અને સાચો ભાવ (NAV) મળી રહે તે માટે ટ્રેડિંગ નિયમોમાં આ મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે.

| Updated on: Sep 07, 2026 | 2:09 PM
1 / 7
જો તમે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ગોલ્ડ ETF, સિલ્વર ETF અથવા ઇક્વિટી ETF માં ટ્રેડિંગ કે રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 7 સપ્ટેમ્બર 2026 એટલે કે આજ રોજથી સેબીના ETF ટ્રેડિંગ સંબંધિત નવા નિયમો લાગુ થઈ ગયા છે. આ નવા નિયમોનો સીધો હેતુ ETF ના બજાર ભાવ અને તેની વાસ્તવિક વૅલ્યુ એટલે કે NAV વચ્ચેના તફાવતને ઓછો કરવાનો છે, જેથી ભારે અસ્થિરતા (ઉતાર-ચઢાવ) વાળા દિવસોમાં પણ રોકાણકારોને તેમનો યોગ્ય અને વ્યાજબી ભાવ મળી શકે.

2 / 7
અત્યાર સુધી એક્સચેન્જ કોઈપણ ETF નો બેઝ પ્રાઇસ નક્કી કરવા માટે બે દિવસ જૂની NAV (T-2 NAV) નો ઉપયોગ કરતા હતા. આ સિવાય, પછી ભલે તે ગોલ્ડ ETF હોય, શેરબજારવાળું ETF હોય કે બોન્ડ ETF હોય, બધા માટે 20% ની એકસરખી પ્રાઇસ બેન્ડ લાગુ પડતી હતી.

3 / 7
ધારો કે, સોમવારે કોઈ ETF ની NAV ₹100 હતી. મંગળવારે ગ્લોબલ માર્કેટમાં મોટી તેજી આવી અને તેની અસલી વૅલ્યુ ₹125 થઈ ગઈ પરંતુ બુધવારે બેઝ પ્રાઇસ સોમવારના ₹100 ના હિસાબે જ નક્કી થઈ. 20% ની સર્કિટ લાગવાથી તેનું ટ્રેડિંગ ₹120 પર જ અટકી જતું હતું. નિયમ રોકાણકારોની સુરક્ષા માટે હતો પરંતુ તે ETF ને તેની સાચી કિંમત ₹125 સુધી પહોંચતા રોકતો હતો.

4 / 7
હવે બેઝ પ્રાઇસ 2 દિવસ જૂની NAV ના બદલે છેલ્લા કામકાજના દિવસની છેલ્લી 30 મિનિટના વોલ્યુમ-વેટેડ એવરેજ પ્રાઇસ (VWAP) ના આધારે નક્કી થશે. ટૂંકમાં, આજની ટ્રેડિંગ લિમિટ ગઈકાલે સાંજના વાસ્તવિક કારોબારથી નક્કી થશે. ઇક્વિટી અને ડેટ ETF માં દિવસની શરૂઆત 10% ની પ્રાઇસ બેન્ડથી થશે. જો બજારમાં મોટી હલચલ થાય છે, તો 15 મિનિટના કૂલિંગ-ઓફ પીરિયડ પછી તેને તબક્કાવાર રીતે 20% સુધી વધારી શકાશે.

5 / 7
ગોલ્ડ અને સિલ્વર ETF માં શરૂઆતી લિમિટ 6% રાખવામાં આવી છે. ગ્લોબલ માર્કેટમાં સોનું-ચાંદી 24 કલાક ટ્રેડ થાય છે. તેથી, રાતોરાત આવેલી મોટી તેજી/મંદીને એડજસ્ટ કરવા માટે આ લિમિટ કોઈપણ અપર કેપ (Upper Limit) વગર 3-3% ના તબક્કામાં આગળ વધતી રહેશે. લિક્વિડ અને ઓવરનાઇટ ETF માં વધારે ઉતાર-ચઢાવ નથી હોતો, તેથી એમની બેન્ડ ફિક્સ 5% રહેશે.

6 / 7
શેરોની જેમ હવે ગોલ્ડ અને સિલ્વર ETF માં પણ સવારે બજાર ખુલતા પહેલા પ્રી-ઓપન કોલ ઓક્શન થશે. આનાથી બજાર ખુલતા જ પહેલો ઓર્ડર ભાવને બગાડી નહીં શકે પરંતુ સામૂહિક માંગ અને પુરવઠાના આધારે યોગ્ય ઓપનિંગ પ્રાઇસ નક્કી થશે. (નોંધ: આ નિયમ પહેલાં 1 સપ્ટેમ્બરથી લાગુ થવાના હતા પરંતુ એક્સચેન્જને સિસ્ટમ તૈયાર કરવાનો સમય આપવા માટે સેબીએ તેને 7 સપ્ટેમ્બરથી લાગુ કર્યા છે. 1 એપ્રિલ 2027 થી બેઝ પ્રાઇસનો આધાર છેલ્લા દિવસની ક્લોઝિંગ NAV થઈ જશે.)

7 / 7
નિષ્ણાતોનું કહેવું છે કે, સેબીના આ પગલાથી સિસ્ટમની ખામીઓ તો દૂર થઈ ગઈ છે પરંતુ રોકાણકારોએ ટ્રેડિંગ કરતી વખતે સતર્ક રહેવું જોઈએ. ટ્રેડ કરતાં પહેલાં ફંડ હાઉસ (AMC) ની વેબસાઇટ પર જઈને તેનું લાઈવ ઇન્ડિકેટિવ NAV (iNAV) જુઓ. આનાથી તમને ખબર પડશે કે, તમે જે ભાવ આપી રહ્યા છો; તે યોગ્ય છે કે નહીં. માર્કેટ ઓર્ડર આપવાને બદલે હંમેશા લિમિટ ઓર્ડર (ખાસ કરીને બજાર ખુલતી વખતે અને ગોલ્ડ/સિલ્વર ETF માં) મૂકો. જો કોઈ દિવસે ખૂબ જ વધારે ઉતાર-ચઢાવના કારણે તમારા ETF માં ટ્રેડિંગ થોડી વાર માટે અટકે છે, તો આ કૂલિંગ-ઓફ મિકેનિઝમ છે, જે સાચો ભાવ નક્કી કરવા માટે કામ કરી રહ્યું છે.

Follow Us
Loading...
Unable to load recommendations.