
NSEએ તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે હાલના સાપ્તાહિક અને માસિક એક્સપાયરી કોન્ટ્રાક્ટ તેમની સંબંધિત એક્સપાયરી તારીખો સુધી હાલના લોટ સાઈઝ સાથે ચાલુ રહેશે. ત્રિમાસિક અને અર્ધવાર્ષિક વર્તમાન સમાપ્તિ કરારના કિસ્સામાં, તેઓ બેંક નિફ્ટી માટે 24 ડિસેમ્બર, 2024 અને નિફ્ટી માટે 26 ડિસેમ્બર, 2024 ના રોજ દિવસના અંતે નવા લોટ કદમાં રૂપાંતરિત થશે.

નિફ્ટી 50ની લોટ સાઈઝ હાલમાં 25 છે જે 75 થશે. તેવી જ રીતે, બેંક નિફ્ટીની લોટ સાઈઝ જે 15 છે, તે 30 હશે. મિડકેપની લોટ સાઈઝ 50 થી વધીને 120 થશે.

લોટ સાઈઝ બદલવાના આ નિર્ણયની સીધી અસર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન ટ્રેડર્સ પર પડશે. NSEએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે આ 20 નવેમ્બર, 2024થી શરૂ થયેલા તમામ નવા ઈન્ડેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ પર અસરકારક રહેશે.

નિફ્ટી50ની લોટ સાઈઝ 25 કોન્ટ્રાક્ટથી વધારીને 75 કરવામાં આવી છે, જે 3 ગણો વધારો છે. નિફ્ટી બેંકની લોટ સાઈઝ વર્તમાન 15થી બમણી 30 થઈ ગઈ છે.

નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ, જેને ફિન નિફ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની લોટ સાઇઝ 25થી વધીને 65 સુધી થશે. નિફ્ટી મિડકેપ સિલેક્ટની લોટ સાઈઝ 50થી વધીને 120 થઈ ગઈ છે. નિફ્ટી નેક્સ્ટ 50ની લોટ સાઈઝ 10 થી વધીને 25 થશે.

આ મહિનાની શરૂઆતમાં, SEBIએ F&Oની હાઈ રિસ્ક-હાઈ રિવોર્ડની ગેમમાં નાણાં ગુમાવનારા પરિવારોની સમસ્યાનો સામનો કરવા માટે એક માળખાની જાહેરાત કરી હતી.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.