
જુઓ સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

તેઓ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા.

નાનપણમાં સરદાર વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા ઝવેરબા સાથે થયા હતા.

સરદાર વલ્લભભાઈને શાળાનું ભણતર પુરું કરવા નડીયાડ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું.

સરદાર વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં 22 વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી

તેમને વકીલાતનો અભ્યાસ કરવા પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. અન્ય વકીલો પાસેથી ચોપડીઓ માંગી પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં હતા.

ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી હતી. તેમના સરદાર વલ્લભ ભાઈ પટેલ અને ઝવેરબાને બે સંતાનો 1904માં મણીબેન તથા 1906માં ડાહ્યાભાઈ હતા.

1909માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેના ઓપરેશન માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબીયત અચાનક બગડી અને તેનું નિધન થયું હતુ. ત્યારબાદ સરદાર વલ્લભભાઈએ પુનઃલગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 33 વર્ષના હતા ત્યારે તેની પત્નીનું અવસાન થયું હતું.

36 વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે 36 મહીનાનો અભ્યાસક્રમ 30 મહીનામાં પતાવી ક્લાસમાં પહેલા સ્થાને આવ્યા હતા. ભારત પરત આવી અમદાવાદમાં સ્થાયી થયા હતા.

સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં થયું હતું.

1991માં સરદાર પટેલને મરણોત્તર ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.
Published On - 9:26 am, Wed, 29 October 25