Sanju Samson’s love story : મેદાનમાં સિક્સર કિંગ… પ્રેમમાં ચારુલતા સામે ક્લીન બોલ્ડ થયો સંજુ !

ICC T20 વર્લ્ડ કપ 2026 અને IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસનની લવ સ્ટોરી પણ એટલી જ ખાસ છે. જાણો કેવી રીતે ચારુલતા રમેશ સાથેની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને બંને જીવનસાથી બન્યા.

| Updated on: May 15, 2026 | 3:47 PM
1 / 8
વર્લ્ડ કપનો હીરો, IPLમાં પણ ધમાલ... હવે ચર્ચામાં સંજુ સેમસનની લવ સ્ટોરી  : ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ દેશભરમાં ખેલાડીઓની ચર્ચા ચાલી રહી છે. આ જીતમાં ઘણા ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું, પરંતુ પોતાની ધમાકેદાર બેટિંગથી સૌથી વધુ ધ્યાન ખેંચનાર ખેલાડી રહ્યો સંજુ સેમસન.  હવે IPL 2026માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને પોતાની ટીમ માટે સતત શાનદાર પ્રદર્શન આપી રહ્યા છે. સંજુની રમત જેટલી ચર્ચામાં રહી, એટલી જ ચર્ચા તેની પર્સનલ લાઇફની પણ થઈ. ખાસ કરીને તેની પત્ની ચારુલતા રમેશ સાથેની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર લોકોમાં કૌતુક જગાવી રહી છે.

2 / 8
જીતની ખુશીમાં વાયરલ થઈ એક ખાસ ક્ષણ :  વર્લ્ડ કપ જીત્યા પછીની ઉજવણી દરમિયાન એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. તેમાં સંજુ સેમસન ટ્રોફી સાથે જોવા મળતા હતા અને થોડે દૂર ઉભેલી તેમની પત્ની ચારુલતા ગર્વભેર તેમને નિહાળી રહી હતી.મેચ બાદ ચારુલતાએ સોશિયલ મીડિયા પર સંજુ સાથેની તસવીર શેર કરતાં લખ્યું કે,“મારી ટ્રોફી પોતાની ટ્રોફીને પકડીને ઉભી છે… હું ખૂબ આભારી છું.”આ પોસ્ટ બાદ લોકોમાં બંનેની લવ સ્ટોરી જાણવાની ઉત્સુકતા વધુ વધી ગઈ.

3 / 8
સંજુની બેટિંગ જેટલી જ રસપ્રદ છે તેની લવ સ્ટોરી :  ICC T20 વર્લ્ડ કપ 2026માં સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 5 મેચમાં 321 રન ફટકાર્યા હતા. 80થી વધુની એવરેજ અને લગભગ 200ની સ્ટ્રાઈક રેટ સાથે સંજુ ટૂર્નામેન્ટના સૌથી ખતરનાક બેટ્સમેન તરીકે સામે આવ્યો. 27 ચોગ્ગા અને 24 છગ્ગા સાથે તેણે ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો ખિતાબ પણ જીત્યો. પરંતુ મેદાનની બહાર તેની લવ સ્ટોરી પણ એટલી જ ફિલ્મી અને દિલચસ્પ છે.

4 / 8
કોણ છે સંજુ સેમસનની પત્ની ચારુલતા રમેશ? :  ચારુલતા રમેશનો જન્મ 19 ઓક્ટોબર 1995ના રોજ કેરળના તિરુવનંતપુરમમાં એક હિંદુ પરિવારમાં થયો હતો. અભ્યાસમાં તેજસ્વી ચારુલતાએ માર ઇવાનોસ કોલેજમાંથી કેમિસ્ટ્રીમાં BSc પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણે લોયોલા કોલેજ ઓફ સોશિયલ સાયન્સમાંથી HRમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. હાલમાં ચારુલતા એક એન્ટરપ્રેન્યોર તરીકે કામ કરે છે.તેમના પિતા બી. રમેશ કુમાર જાણીતા મલયાલમ અખબાર માતૃભૂમિ માં ચીફ ન્યૂઝ એડિટર છે, જ્યારે માતા રાજશ્રી રમેશ LICમાં સરકારી કર્મચારી છે.

5 / 8
કોલેજથી શરૂ થઈ પ્રેમ કહાની :  સંજુ અને ચારુલતાની મુલાકાત કોલેજના દિવસોમાં થઈ હતી. બંને તિરુવનંતપુરમની માર ઇવાનોસ કોલેજમાં અભ્યાસ કરતા હતા. જોકે શરૂઆતમાં બંને વચ્ચે ખાસ વાતચીત નહોતી થતી. પરંતુ બાદમાં સોશિયલ મીડિયાએ તેમની જિંદગી બદલાવી દીધી.

6 / 8
એક ‘Hi’થી શરૂ થઈ હતી વાત :  કહેવાય છે કે સંજુએ પ્રથમ વખત ચારુલતાને સોશિયલ મીડિયા પર માત્ર એક શબ્દનો મેસેજ મોકલ્યો હતો — “Hi”.આ નાનકડો મેસેજ ધીમે ધીમે લાંબી વાતચીતમાં બદલાયો. પછી મિત્રતા થઈ અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. સંજુ અને ચારુલતાએ લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. આ દરમિયાન સંજુનું ક્રિકેટ કરિયર પણ ઝડપથી આગળ વધી રહ્યું હતું અને IPL સહિતના ટૂર્નામેન્ટમાં તે પોતાની ઓળખ બનાવી રહ્યો હતો.

7 / 8
પ્રેમ વચ્ચે ધર્મ ક્યારેય દીવાલ બન્યો નહીં :  સંજુ સેમસન ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે, જ્યારે ચારુલતા હિંદુ પરિવારમાંથી છે. અલગ ધર્મ હોવા છતાં બંનેએ પોતાના સંબંધને સૌથી વધુ મહત્વ આપ્યું. સમાજની અનેક માન્યતાઓ વચ્ચે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહીં. આખરે 22 ડિસેમ્બર 2018ના રોજ બંનેએ લગ્ન કરીને પોતાના પ્રેમને નવું નામ આપ્યું.

8 / 8
આજે પણ એટલો જ મજબૂત છે બંનેનો સંબંધ :  ફેસબુકની એક સામાન્ય ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થયેલી આ પ્રેમ કહાની આજે એક મજબૂત સંબંધમાં ફેરવાઈ ગઈ છે.સંજુ અને ચારુલતાની સ્ટોરી એ વાતનો પુરાવો છે કે સાચો પ્રેમ સમય સાથે વધુ મજબૂત બનતો જાય છે. મેદાન પર સંજુ જેટલા સફળ છે, એટલા જ ખુશ તેઓ પોતાની પર્સનલ લાઇફમાં પણ જોવા મળે છે.

Published On - 2:33 pm, Fri, 15 May 26

Follow Us