
મહાશિવરાત્રી નિમિત્તે નિલકંઠ મહાદેવ મંદિર અને કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આજે મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રી નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ, જેનો હજારો ભક્તોએ લ્હાવો લીધો હતો.