
આ સિવાય તમારા કાનમાં મેલ એકઠો થયેલો છે તો તમારે નવશેકું પાણી કાનમાં નાખીને જામેલા મેલને દૂર કરી શકાય છે.

તમારે તમારા ઘરે રહેલી ડુંગળીને ફ્રાય કરી અને તેનો રસ કાઢવાનો છે. તે પછી, રૂની મદદથી, કાનની અંદર થોડા ટીપાં નાખો. તેનાથી ગંદકી પણ સાફ થઈ શકે છે.

સરસવના તેલમાં લસણની ત્રણથી ચાર કળી નાખીને ગરમ કરો. જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે કાનમાં થોડા ટીપાં નાખો અને રૂ વડે કાન બંધ કરો. તેનાથી ગંદકી પણ દૂર થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.
Published On - 7:43 pm, Tue, 10 December 24