માત્ર રોહિત, સચિન અને સેહવાગે જ કરેલું છે આ કારનામું, જાણો ક્રિકેટ ઈતિહાસના એ અનોખા રેકોર્ડ વિશે

વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં 'સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા'... બસ આ ત્રણ જ એવા ભારતીય દિગ્ગજો છે કે, જેમણે એક જ ઈનિંગ્સમાં મોટું પરાક્રમ કરી બતાવ્યું છે. ખાસ વાત એ છે કે, દુનિયાનો અન્ય કોઈ બેટ્સમેન આ રેકોર્ડને તોડી શક્યો નથી. વિશ્વ ક્રિકેટમાં જ્યારે પણ કોઈ ખાસ રેકોર્ડની વાત થાય છે, ત્યારે આ ત્રણેય ઈન્ડિયન લેજન્ડ્સનું નામ સૌથી ઉપર આવે છે.

| Updated on: Aug 30, 2026 | 7:38 PM
1 / 5
વન-ડે ક્રિકેટમાં મોટી ઈનિંગ્સ રમવી એ દરેક બેટ્સમેનનું સપનું હોય છે પરંતુ કેટલાક એવા બેટ્સમેનો રહ્યા છે કે, જેમણે વિસ્ફોટક બેટિંગથી ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભારતના પણ ત્રણ દિગ્ગજ બૅટ્સમૅન આ ખાસ યાદીમાં જોડાયેલા છે. આમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માનું નામ આવે છે. વાસ્તવમાં, એક વન-ડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારવાનો પરાક્રમ અત્યાર સુધી આ ત્રણ ભારતીય બેટ્સમેનોએ જ કર્યો છે. તેમના સિવાય વિશ્વનો કોઈ પણ બેટ્સમેન એક વન-ડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારી શક્યો નથી.

2 / 5
સચિન તેંડુલકરે વર્ષ 2010 માં દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક બેવડી સદી ફટકારી હતી. ગ્વાલિયરમાં રમાયેલી તે ઈનિંગ્સમાં સચિને અણનમ 200 રન બનાવ્યા હતા. પોતાની આ યાદગાર ઈનિંગ્સ દરમિયાન તેણે 25 ચોગ્ગા માર્યા હતા. સચિનની આ ઈનિંગ્સે વન-ડે ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો, કારણ કે તે પુરૂષ વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

3 / 5
વિરેન્દ્ર સેહવાગનું નામ પણ આ ખાસ રેકોર્ડમાં જોડાયેલું છે. તેણે વર્ષ 2011 માં વેસ્ટ ઈન્ડિઝ સામે તોફાની બેટિંગ કરતા 219 રનની ઈનિંગ્સ રમી હતી. સેહવાગે પોતાની આ ઈનિંગ્સમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. તેની 219 રનની ઈનિંગ્સ એ સમયે વન-ડે ક્રિકેટમાં કોઈ બેટ્સમેનનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ હતો.

4 / 5
આ રેકોર્ડમાં સૌથી આગળ રોહિત શર્મા છે. તેણે વર્ષ 2014 માં શ્રીલંકા સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 264 રનની ઐતિહાસિક ઈનિંગ્સ રમી હતી. રોહિતે આ ઈનિંગ્સ દરમિયાન 33 ચોગ્ગા માર્યા હતા. આ સાથે જ તેણે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના 25-25 ચોગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. રોહિતની 264 રનની ઈનિંગ્સ આજે પણ વન-ડે ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.

5 / 5
એક વનડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, આ યાદીમાં માત્ર સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા છે. સચિન અને સેહવાગે 25-25 ચોગ્ગા માર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 33 ચોગ્ગા સાથે આ બંનેને ઘણા પાછળ છોડી દીધા. આ ત્રણેય દિગ્ગજોની ઈનિંગ્સ ભારતીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ખાસ કરીને રોહિતની 264 રનની ઈનિંગ્સ, જેમાં તેણે 33 ચોગ્ગા મારીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

Published On - 7:36 pm, Sun, 30 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.