
ગણતરી મુજબ જો તમે 15 ટકા સરેરાશ વાર્ષિક વળતરના આધારે ત્રણ વર્ષ માટે આજે 5000 રુપિયાની માસિક SIP કરો છો તો અંતે તમને 2,28,397 રુપિયા મળશે.

ગણતરી મુજબ ત્રણ વર્ષમાં તમારા રોકાણની કુલ રકમ 1,80,000 રૂપિયા હશે અને તેના પર તમને કુલ 48,398 રૂપિયાનું વળતર મળશે, જે કુલ 2,28,397 રૂપિયા થાય છે.

એટલે કે ત્રણ વર્ષ પછી તમે 2.28 લાખ રૂપિયા સુધીની બાઇક સીધી રોકડમાં ખરીદી શકો છો. તમારે કોઈની પાસેથી લોન લેવાની કે એક રૂપિયો પણ ઉધાર લેવાની જરૂર નહીં પડે.