બ્રિક્સ સમિટમાં રશિયા, ભારત અને ચીનનો દબદબો, પશ્ચિમી દેશોને સીધો સંદેશ, જૂઓ ફોટા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, બ્રિક્સ સમિટના પહેલા ગ્લોબલ સાઉથની મોટી શક્તિ ગણાતા ચીન, ભારત, યુએઈ અને ઈરાન સહિત ડઝનબંધ દેશોના નેતાઓ સાથે બેઠક કરી છે. બ્રિક્સ શિખર સંમેલન દ્વારા પુતિન વિકાસશીલ દેશોને પશ્ચિમી વર્ચસ્વમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આમાં તેઓ ઘણી હદ સુધી સફળ દેખાઈ રહ્યા છે.
1 / 6
રશિયાના કઝાન ખાતે બ્રિક્સ દેશોની સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં ભાગ લેવા પહોચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, નરેન્દ્ર મોદીને મિત્રને છાજે તે પ્રકારે આવકાર્યા હતા.
2 / 6
શિયાના કઝાન શહેરમાં 16મી બ્રિક્સ સમિટ યોજાઈ રહી છે અને અહીં વિશ્વના 30થી વધુ દેશોના નેતાઓ એકઠા થયા છે. બ્રિક્સ સમિટ હેઠળ, પુતિન સમગ્ર વિશ્વને, ખાસ કરીને તે પશ્ચિમી દેશોને પોતાની શક્તિ બતાવી રહ્યા છે જે રશિયાને અલગ કરવા માટે પ્રતિબંધોનો અવકાશ સતત વધારી રહ્યા છે.
3 / 6
યુક્રેન યુદ્ધ શરૂ થયાને ત્રણ વર્ષ થઈ ગયા છે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી અમેરિકા અને પશ્ચિમી દેશો અલગ-અલગ રીતે રશિયાને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં આ તસવીરમાં જોવા મળતા એશિયાના ત્રણ શક્તિશાળી દેશના નેતાઓને એક સાથે જોવા એ પશ્ચિમ દેશોને એક પ્રકારનો સીધો સંદેશ છે.
4 / 6
રશિયાના કાઝાનમાં 16મી બ્રિક્સ સમિટના ભાગ રૂપે આયોજિત બ્રિક્સ પ્રતિનિધિમંડળના વડાઓ માટે અનૌપચારિક રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુશ નજરે પડે છે.
5 / 6
ઈરાનમાં હિઝબુલ્લાહના નેતાને મારવા ઈઝરાયેલે હુમલો કર્યો હતો. હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ભર્યા સંબંધો છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રશિયાના કાઝાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળ્યા હતા.
6 / 6
કાઝાન સિટી હોલમાં BRICS સમિટ પૂર્વે યોજાયેલા અનૌપચારિક રાત્રીભોજન પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા અને બ્રાઝિલના નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. ( તસવીર સૌજન્ય - PTI )