નવો ‘મલ્ટિબેગર સ્ટોક’ ! 1 વર્ષમાં 100% થી વધુનું છપ્પરફાડ રિટર્ન, હવે આગળ શું?

શેરબજારમાં દરેક રોકાણકાર એક એવા મલ્ટિબેગર સ્ટોકની શોધમાં હોય છે, જે રાતોરાત કિસ્મત બદલી નાખે. જો કે, ઘણીવાર એવો સ્ટોક આપણી નજર સામે જ હોય છે પણ આપણે તેને ઓળખી શકતા નથી. વાત એમ છે કે, એક સમયની 'ડૂબતી' ગણાતી કંપનીએ છેલ્લા એક જ વર્ષમાં 102% થી પણ વધુનું બમ્પર રિટર્ન આપીને આખા માર્કેટને ચોંકાવી દીધું છે.

| Updated on: Sep 14, 2026 | 6:03 PM
1 / 8
શેરબજારમાં રોકાણ કરનારા મોટાભાગના રોકાણકારો મલ્ટિબેગર સ્ટોકની શોધમાં હોય છે. જો કે, કેટલીકવાર તેમની નજર સામે જ રહેલો સ્ટોક મલ્ટિબેગર બની જાય છે. આવા જ એક સ્ટોકની ચર્ચા આજકાલ થઈ રહી છે. કંપનીનું નામ 'વોડાફોન આઈડિયા' છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં 102% નું બમ્પર રિટર્ન આપ્યું છે.

2 / 8
છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં ₹6.46 પ્રતિ શેરના 52-સપ્તાહના નીચલા સ્તર (52-week low) પર પહોંચ્યા પછી વોડાફોન આઈડિયાના શેરમાં એક વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 144% નો ઉછાળો આવ્યો છે. ગયા અઠવાડિયે તે ₹15.79 પ્રતિ શેરના 52-સપ્તાહના ઉચ્ચ સ્તર (52-week high) પર પહોંચ્યો હતો.

3 / 8
કંપનીના શેરમાં આ તેજી કેટલીક રાહતો મળ્યા બાદ આવી છે. મે મહિનાની શરૂઆતમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (DoT) એ 31 ડિસેમ્બર સુધી ટેલિકોમ કંપનીના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી લેણાંને 27% ઘટાડીને ₹64,046 કરોડ કરી દીધા, જેનાથી સ્ટોકમાં તેજી પાછી ફરી.

4 / 8
બાદમાં, કંપની દ્વારા અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને પોતાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવ્યા પછી સ્ટોકમાં વધારો જોવા મળ્યો હતો. બિરલાએ લગભગ પાંચ વર્ષ પહેલાં નાણાકીય દબાણના કારણે વોડાફોન આઈડિયા કંપનીના આ જ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જૂનમાં વોડાફોન આઈડિયાએ એ પણ જાહેરાત કરી હતી કે, તેણે વોરંટ ઇશ્યૂ કરીને પ્રમોટર આદિત્ય બિરલા ગ્રુપ પાસેથી ₹1,182 કરોડ એકત્રિત કર્યા છે.

5 / 8
એવા પણ અહેવાલ આવ્યા છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના નેતૃત્વમાં ધિરાણકર્તાઓ (લેન્ડર્સ) નો એક સમૂહ હવે વોડાફોન આઈડિયાને લગભગ 3.5 અબજ ડોલરનું ડેટ ફાઇનાન્સિંગ (લોન) આપવા સંમત થયો છે, જેથી કંપનીને પોતાનો બિઝનેસ ફરીથી ઊભો કરવામાં મદદ મળી શકે.

6 / 8
રિપોર્ટ અનુસાર, આ કન્સોર્ટિયમમાં અન્ય સ્થાનિક ધિરાણકર્તાઓમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ જોડાયેલ છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, તેજીનો આ ટ્રેન્ડ આગળ પણ જળવાઈ રહેવાની ધારણા છે.

7 / 8
એક્સપર્ટ્સ જણાવે છે કે, વોડાફોન આઈડિયાના શેરનું ટેકનિકલ સ્ટ્રક્ચર બુલિશ થઈ ગયું છે. તેના સંકેતો મંથલી ચાર્ટ પર સતત 'હાયર હાઇઝ' (ઊંચા સ્તરો) બનવાથી અને એક મજબૂત સપોર્ટ ઝોન બનવાથી મળે છે. બીજી તરફ, ગયા અઠવાડિયે જેફરીઝ (Jefferies) એ આ ટેલિકોમ ઓપરેટર માટે 'બાય' (Buy) રેટિંગ અને 20 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ ટાર્ગેટ નક્કી કર્યો હતો.

8 / 8
ઈન્ટરનેશનલ બ્રોકરેજ વોડાફોન આઈડિયાને 'હાઈ-બીટા ટર્નઅરાઉન્ડ' (ઝડપી સુધારાની સંભાવના ધરાવતી) તક તરીકે જોઈ રહી છે. આશા છે કે,  સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં સ્થિરતા, ઓપરેટિંગ લેવરેજ અને ટેરિફ વધવાથી થનારી કમાણીમાં વધારાથી કંપનીની રિકવરીમાં મદદ મળશે.

Follow Us
Loading...
Unable to load recommendations.