આ 2 ગુજરાતી યુવાનોએ ટ્રેન, બસ કે ગાડી નહિ, સાયકલથી કરી 2500 કિલોમીટરની ચારધામની યાત્રા, જુઓ ફોટો
ગુજરાતી લોકો નવું અને સાહસ કરવામાં સૌથી આગળ હોય છે એમાં પણ સુરતના હોય તો જોવાનું શું ચારધામની યાત્રા સાયકલ પ્રવાસ દ્વારા બે યુવાનોએ 36 દિવસમાં પૂરી કરી છે. તેમના આ કાર્યથી પરિવારના સભ્યો ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે
1 / 6
સુરતના બે યુવાન સાયકલ પ્રવાસ દ્વારા ચારધામની યાત્રાની 10.5.24 ના રોજ સવારથી પ્રવાસની શરૂઆત કરી હતી. રોહિત ભરતભાઈ વરિયા અને સાહીલ દેવરાજભાઇ ઉનાગર બંને યુવાન સુરતના કતારગામ વિસ્તારના છે.
2 / 6
બંને યુવાન રોજ 90 થી 100 કિલોમીટર સીધા રસ્તા પર સાયકલ ચલાવતા હતા. પહાડી વિસ્તારમાં 35 થી 50 કિલોમીટર તેઓ સાયકલ ચલાવતા હતા. તેઓ સવારે 6:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી સાયકલ ચલાવતા હતા. 12 થી 2 આરામ કરીને 2 થી 7 બધા સુધી સાયકલ ચલાવતા હતા. રસ્તા અને યાત્રા ખૂબ કઠિન હતી. ભગવાન ભગવાન શંકરનું નામ લઈને પ્રવાસ કરતા હતા.
3 / 6
તેઓ રાતે મંદિર કે ધર્મશાળામાં આરામ કરતા હતા. બંને લોકોને રહેવા જમવાની વ્યવસ્થા લોકો કરી આપતા હતા, સૌથી વધારે પેટ્રોલ પંપ રહેવાનું વધારે પસંદ કરતા હતા. ત્યાં જમવાથી લઈને રહેવાની બધી સુવિધા મળી જતી હતી. આ બંને યુવાનોને દિલ્હી અને રાજસ્થાનમાં સાયકલમાં એક એક વાર જ પંચર પડ્યું છે.
4 / 6
અગાઉ પણ આ બંને યુવાનને એક વિચાર આવ્યો કે બધા જ ગાડી બસ કે ટ્રેનમાં પ્રવાસ માટે જાય છે, તો એમણે સાયકલ પ્રવાસ કરવાનું નક્કી કર્યું 4.1.24 ના રોજ સુરત થી દ્વારકા સાયકલ પર પ્રવાસ કર્યો હતો.14 દિવસમાં જ તેઓ સુરત પરત આવ્યા હતા. એના પરથી એમની હિંમત વધતા આ ચારધામની યાત્રા 2500 કિલોમીટરની 36 દિવસમાં પૂરી કરીને સુરત પરત કર્યા.
5 / 6
રોહિત ભરતભાઈ વરિયા 12 કોમર્સની પરીક્ષા આપી અને સાહીલ દેવરાજભાઇ ઉનાગર 10માં ધોરણની પછી સાયકલ યાત્રા પર ગયા હતા.
6 / 6
આ બંને યુવાનોના સાહસ જોઈને પ્રજાપતિ વાટલીયા સમાજ દ્વારા સમાજના બંને યુવાનોને કતારગામ કાન્તારેશ્વર મંદિર ખાતે ધામધૂમથી સ્વાગત કરી બંનેને ઘોડા પર બેસાડીને સન્માન આપવામાં આવ્યું સોસાયટી તેમજ પરિવારના સભ્યો ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે.