
અહેવાલ મુજબ, વિરાટ કોહલીની કુલ સંપત્તિ ₹1,050 કરોડ હોવાનો અંદાજ છે. તેની નોંધપાત્ર કમાણી જાહેરાતોમાંથી આવે છે. તેનો IPL પગાર પણ કરોડોમાં છે. તે BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને મેચ ફીમાંથી પણ કમાણી કરે છે. વિરાટ કોહલીના ભારતના ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટ પણ છે.

વિરાટ કોહલી તેની શરૂઆતની સીઝનથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યો છે. તેની ટીમે છેલ્લી સીઝનમાં ટાઇટલ જીત્યું હતું અને આ સીઝન માટે પણ RCB એ કોહલીને ₹21 કરોડમાં રીટેન કર્યો છે. બીજીબાજુ રોહિત શર્માએ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સને 5 વાર ચેમ્પિયન બનાવ્યું છે. તે હજુ ટીમનો ભાગ છે પણ કેપ્ટન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઈ સીઝનમાં રોહિતનો પગાર ₹16 કરોડ હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્મા BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં છે. આ ગ્રેડના ખેલાડીઓ વાર્ષિક ₹7 કરોડનો પગાર મેળવે છે અને બંનેને તેમના BCCI કોન્ટ્રાક્ટમાંથી સમાન પગાર મળે છે.

આનો અર્થ એ થયો કે, વિરાટ કોહલી રોહિત શર્મા કરતા વધુ ધનવાન છે. રોહિતની કુલ સંપત્તિ ₹214 કરોડ છે, જ્યારે વિરાટ કોહલીની કુલ સંપત્તિ ₹1,050 કરોડ છે. વિરાટની કુલ સંપત્તિ રોહિત કરતા ₹836 કરોડ વધુ છે.

મળતી માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટરોને દરેક મેચ માટે અલગ અલગ ફી ચૂકવવામાં આવે છે. ટેસ્ટ મેચ રમતા ખેલાડીઓને પ્રતિ મેચ ₹15 લાખ મળે છે, જ્યારે ODI મેચ રમતા ખેલાડીઓને પ્રતિ મેચ ₹6 લાખ મળે છે. આ દરમિયાન T20 રમતા ખેલાડીઓને પ્રતિ મેચ ₹3 લાખ ચૂકવવામાં આવે છે.
Published On - 8:28 pm, Sat, 25 October 25