એક જ ખેલાડી તોડશે ’11 રેકોર્ડ’… અંગ્રેજોના ગઢમાં ઘૂસીને રોહિત શર્મા રચશે ‘નવી ગાથા’, ઇંગ્લેન્ડ ટીમમાં ‘ડરનો માહોલ’

ટી-20 સિરીઝની હાર બાદ હવે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં શાનદાર વાપસી કરી છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાનારી પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી. ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની આ છેલ્લી વન-ડે સિરીઝમાં રોહિત શર્મા પાસે બેટિંગથી ધમાકો કરવાની સાથે એક-બે નહીં પણ પૂરા 11 રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે.

| Updated on: Jul 15, 2026 | 1:15 PM
1 / 5
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. ટી-20 સિરીઝમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. વન-ડે સિરીઝમાં હવે લોકોની નજર કોહલી અને રોહિત પર જ રહેવાની છે.

2 / 5
વિરાટ કોહલી અને રોહિત શર્મા રમવાના હોવાથી આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે, આ વન-ડે સિરીઝમાં રોહિત શર્મા પાસે 11 મોટા રેકોર્ડ બનાવવાની તક હશે. હિટમેન માટે ઇંગ્લેન્ડમાં આ છેલ્લી સિરીઝ છે. આવી સ્થિતિમાં ચાહકો આશા રાખી રહ્યા છે કે, રોહિત વન-ડે સિરીઝમાં પોતાની બેટિંગથી ધમાકો કરે અને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં સફળ રહે.

3 / 5
રેકોર્ડની વાત કરીએ તો, ભારતીય ઓપનર તરીકે 'સૌથી વધુ સદી' નો રેકોર્ડ બનાવવા માટે 1 સદીની જરૂર છે. બીજું કે, 39 વર્ષની ઉંમરે વન-ડે સદી ફટકારનાર 'પ્રથમ ભારતીય ખેલાડી' બનવા માટે 1 સદીની જરૂર છે. વધુમાં ઇંગ્લેન્ડ સામે કોઈ 'ભારતીય' દ્વારા સૌથી વધુ ઇન્ટરનેશનલ સદીનો રેકોર્ડ બનાવવાની જરૂર છે.

4 / 5
ટીમની જીતમાં ઓપનર તરીકે 'સૌથી વધુ રન' બનાવવા માટે 49 રનની જરૂર છે. 'ઇંગ્લેન્ડ સામે કોઈ ભારતીય ઓપનર દ્વારા સૌથી વધુ વન-ડે રન' બનાવવા માટે 178 રનની જરૂર છે.  આ સિવાય '12,000 વન-ડે રન' પૂરા કરવા માટે 80 રનની જરૂર છે. 'SENA દેશો સામે 9,000 રન બનાવનાર એકમાત્ર એશિયન ઓપનર' બનવા માટે 69 રનની જરૂર છે.

5 / 5
'ઇંગ્લેન્ડ સામે કોઈ ભારતીય દ્વારા સૌથી વધુ સિક્સર' ફટકારવા માટે 1 સિક્સરની જરૂર છે. 'ઇન્ટરનેશનલ ક્રિકેટમાં SENA દેશો સામે સૌથી વધુ સિક્સર' ફટકારનાર ખેલાડી બનવા માટે 3 સિક્સરની જરૂર છે. સાથે જ 'ઇંગ્લેન્ડમાં વન-ડે મેચમાં કોઈ વિદેશી ખેલાડી દ્વારા સૌથી વધુ સિક્સર' ફટકારવા માટે 8 સિક્સરની જરૂર છે.

Published On - 3:09 pm, Tue, 14 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.