
RCPL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેન મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે દરેક પાલતુ પ્રાણી યોગ્ય પોષણનો અધિકારી છે અને દરેક પાલતુ માલિકને વૈશ્વિક ગુણવત્તાવાળા, વૈજ્ઞાનિક સંશોધન આધારિત અને સસ્તા ભાવે ઉપલબ્ધ ઉત્પાદનો સુધી પહોંચ હોવી જોઈએ. કંપનીનું માનવું છે કે આ લોન્ચ પછી બજારમાં ગુણવત્તા સાથે કિંમતમાં પણ નવો બેલેન્સ દેખાશે.

વેગીઝ બ્રાન્ડ હવે ભારતના પેટ ફૂડ માર્કેટમાં સ્થાપિત બ્રાન્ડ્સને સીધી ટક્કર આપશે. હાલમાં પેડિગ્રી ડ્રાય ડોગ ફૂડની કિંમત આશરે ₹600 પ્રતિ કિલો છે, જ્યારે રોયલ કેનિન જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સ ₹900 – ₹1,000 પ્રતિ કિલો સુધી વેચાય છે.

આ ઉપરાંત ઓરિજેન અને ફાર્મિના જેવી અલ્ટ્રા-પ્રીમિયમ આયાતી બ્રાન્ડ્સ તો નાના પેકમાં પણ ઘણાં ઊંચા ભાવે મળે છે. આવી સ્થિતિમાં રિલાયન્સની વેગીઝ બ્રાન્ડ કિફાયતી ભાવમાં પોષણક્ષમ વિકલ્પ તરીકે બજારમાં મોટું પરિવર્તન લાવી શકે છે.