
છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 132%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 18 એપ્રિલ, 2023ના રોજ કંપનીના શેર 12.38 પર હતા. રિલાયન્સ પાવરનો શેર 18 એપ્રિલ 2024ના રોજ 28.71 પર પહોંચી ગયો છે.

છેલ્લા 6 મહિનામાં, રિલાયન્સ પાવરના શેરમાં 58% નો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 18.19 થી વધીને 28 થયા છે. રિલાયન્સ પાવરના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 34.35 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 11.06 રૂપિયા છે. છેલ્લા 3 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 513%નો વધારો થયો છે. 16 એપ્રિલ, 2021ના રોજ કંપનીના શેર રૂ. 4.68 પર હતા, જે હવે રૂ. 28.71 પર પહોંચી ગયા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરવી