Breaking News : શું Jio ફરી ઇતિહાસ દોહરાવશે ? 27 કરોડ નવા શેરની ચર્ચા વચ્ચે રિલાયન્સના રોકાણકારોને કેટલા શેર મળવાની છે સંભાવના?

રિલાયન્સમાંથી જિઓનો નવો આઈપીઓ અથવા ડી-મર્જર આવવાની વાતો વચ્ચે રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. આવામાં દરેકના મનમાં એક જ સવાલ છે કે આપણને જિઓના કેટલા શેર મળશે? શું જિઓ ફાઇનાન્સની જેમ મફત શેર મળવાની કોઈ શક્યતા છે?

| Updated on: Jun 19, 2026 | 3:52 PM
1 / 5
શેરબજારમાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ વાતની છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માંથી જિઓ (Jio) નો નવો IPO આવશે અથવા તો તેનું અલગથી લિસ્ટિંગ થઈ શકે છે. આ સમાચાર વચ્ચે દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ છે કે, શું આ વખતે પણ જિઓ ફાઇનાન્સ (Jio Financial Services) જેવો મોટો ચમત્કાર જોવા મળશે? આપને યાદ હશે કે, જ્યારે જિઓ ફાઇનાન્સ રિલાયન્સથી અલગ થઈ ત્યારે કંપનીએ પોતાના શેરહોલ્ડર્સને 1:1 ના રેશિયોમાં, એટલે કે રિલાયન્સના દરેક 1 શેર સામે જિઓ ફાઇનાન્સનો 1 શેર બિલકુલ મફત આપ્યો હતો.

2 / 5
હવે જ્યારે જિઓના લિસ્ટિંગની વાતો ચાલી રહી છે, ત્યારે બજારના એક્સપર્ટ્સ એવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે કે, કંપની આ વખતે બે અલગ-અલગ રસ્તાઓ અપનાવી શકે છે, જેના આધારે રોકાણકારોને શેર મળવાની શક્યતા રહેશે. પ્રથમ સંભાવનાની વાત કરીએ તો, જો રિલાયન્સ મેનેજમેન્ટ જિઓ ફાઇનાન્સની જેમ જ પ્યોર ‘ડી-મર્જર’ (De-merger) નો રસ્તો પસંદ કરશે, તો રિલાયન્સના વર્તમાન શેરહોલ્ડર્સની લોટરી લાગી શકે છે.

3 / 5
એક્સપર્ટ્સના મતે, આ સ્થિતિમાં એવી પૂરેપૂરી શક્યતા છે કે રિલાયન્સના શેરહોલ્ડર્સને જિઓના શેર કોઈ પણ વધારાના ખર્ચ વગર મફતમાં ફાળવવામાં આવે. જો કે, આ વખતે શેર આપવાનો રેશિયો શું હશે? જેમ કે રિલાયન્સના 1 શેર સામે જિઓનો 1 શેર મળશે કે પછી કોઈ નવો રેશિયો નક્કી થશે? હવે આની સત્તાવાર માહિતી કંપનીના ઓફિશિયલ ડ્રાફ્ટ (DRHP) આવ્યા પછી જ સ્પષ્ટ થશે. ખાસ વાત એ છે કે, ડી-મર્જરની સ્થિતિમાં રેશિયો ગમે તે હોય પણ શેરહોલ્ડર્સમાં મફત શેર મળવાની સંભાવના સૌથી વધારે જોવા મળી રહી છે.

4 / 5
બીજી તરફ, જો કંપની ડી-મર્જરના બદલે પ્યોર આઈપીઓ (IPO) લાવવાનું નક્કી કરે છે, તો નિયમો થોડા અલગ હોઈ શકે છે. આ સ્થિતિમાં જિઓ ફાઇનાન્સની જેમ સીધા મફત શેર મળવાની શક્યતા નહિવત થઈ જશે પરંતુ રિલાયન્સના શેરહોલ્ડર્સ માટે એક મોટો ફાયદો ચોક્કસ ઊભો થઈ શકે છે. એવી મજબૂત સંભાવના છે કે, જિઓ તેના આઈપીઓમાં રિલાયન્સના શેરહોલ્ડર્સ માટે એક ખાસ ‘શેરહોલ્ડર કોટા’ (Shareholder Reservation) અનામત રાખશે, જે સામાન્ય રીતે 10% સુધીનો હોઈ શકે છે. આ કોટા હેઠળ રિલાયન્સના રોકાણકારોને શેર મેળવવા માટે અલગથી અરજી (Apply) કરવાની રહેશે, જેમાં તેમને કિંમતમાં ડિસ્કાઉન્ટ મળવાની અને સામાન્ય પબ્લિક કરતાં શેર એલોટમેન્ટ (શેર લાગવાના) ચાન્સ ઘણા વધારે હોવાની શક્યતા રહેશે. અત્યારે બજારમાં આ બંને બાબતો પર માત્ર સંભાવનાઓ અને અટકળો ચાલી રહી છે, તેથી અંતિમ ચિત્ર કંપની દ્વારા સત્તાવાર દસ્તાવેજો જાહેર કર્યા પછી જ સાચું સાબિત થશે.

5 / 5
મળતી માહિતી મુજબ, જિઓ પ્લેટફોર્મ્સનો IPO સંપૂર્ણ અથવા આંશિક રીતે ફ્રેશ ઈશ્યુ (નવા શેર બહાર પાડીને) દ્વારા કરવામાં આવશે. કંપની IPO અંતર્ગત ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 27 કરોડ ઈક્વિટી શેર જાહેર કરશે. જો કે, ઈશ્યુની અંતિમ કિંમત બુક બિલ્ડિંગ પ્રક્રિયાના માધ્યમથી નક્કી કરવામાં આવશે. સરળ રીતે સમજીએ તો, રોકાણકારોની માંગના આધારે શેરની પ્રાઇસ બેન્ડ અને અંતિમ ઈશ્યુ પ્રાઇસ (કિંમત) નક્કી થશે.

Follow Us