AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે Amul અને Hocco જેવી મોટી બ્રાન્ડ્સની ઊંઘ ઉડાવવા રિલાયન્સે ₹10 માં ઉતારી ‘બોમ્બે ક્રીમરી’ આઇસક્રીમ

મુકેશ અંબાણીની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે 'બોમ્બે ક્રીમરી' બ્રાન્ડ હેઠળ પ્રીમિયમ આઇસક્રીમ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ₹10 થી શરૂ થતી આ રેન્જ હાલમાં પશ્ચિમ ભારતમાં ઉપલબ્ધ થશે. સાથોસાથ કંપનીએ જિયોમાર્ટ અને ડાર્ક સ્ટોર્સના વિસ્તરણની મોટી યોજના પણ જાહેર કરી છે.

| Updated on: Sep 01, 2026 | 8:16 PM
Share
મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ આઇસક્રીમ કેટેગરીમાં એન્ટ્રી કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીએ પોતાનું નવું બ્રાન્ડ 'બોમ્બે ક્રીમરી' (Bombay Creamery) લોન્ચ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની FMCG શાખા રિલાયન્સ કન્ઝ્યુમરે જણાવ્યું કે બોમ્બે ક્રીમરી અસલી ડેરી ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી તૈયાર કરવામાં આવી છે અને તેને ભારતના પ્રથમ 'એફોર્ડેબલ પ્રીમિયમ ડેરી બ્રાન્ડ' તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

1 / 6
કંપનીના જણાવ્યા મુજબ, બોમ્બે ક્રીમરી રેન્જમાં કોન, કપ, ટબ, બાર અને સ્ટિક જેવા વિવિધ વિકલ્પો સામેલ છે. તેની કિંમત માત્ર ₹10 થી શરૂ થાય છે. રિલાયન્સ કન્ઝ્યુમરે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ બ્રાન્ડ પશ્ચિમ ભારતના બજારોમાં ઉપલબ્ધ થશે અને ત્યારબાદ તેને સમગ્ર ભારતમાં તબક્કાવાર લોન્ચ કરવામાં આવશે.

2 / 6
કંપનીના ડાયરેક્ટરે શું કહ્યું? રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું કે, "આ બ્રાન્ડ એ વિચાર સાથે તૈયાર કરવામાં આવી છે કે ડેરી પ્રોડક્ટ્સમાં કોઈ શોર્ટકટ ન હોવો જોઈએ. RCPL માત્ર આઇસક્રીમ સેગમેન્ટમાં પ્રવેશી રહી નથી, પરંતુ અમે તેના માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. અસલી ડેરી ક્રીમમાંથી બનેલી બોમ્બે ક્રીમરી દર વખતે ઓરિજિનલ આઇસક્રીમના સાચા સ્વાદની ખાતરી આપે છે, અને તેની કિંમત એવી રાખવામાં આવી છે જે દરેક ભારતીય પરિવાર સરળતાથી પરવડી શકે." નોંધનીય છે કે કંપની વર્ષ 2023 થી આ સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના બનાવી રહી હતી, જેનો હવે ત્રણ વર્ષ બાદ અમલ કરવામાં આવ્યો છે.

3 / 6
રિલાયન્સ રિટેલનો ભાવિ પ્લાન: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે આગામી ત્રણ વર્ષમાં પોતાના ઓનલાઇન બિઝનેસનું ઝડપી વિસ્તરણ કરવાની યોજના બનાવી છે. કંપની પોતાના ઓનલાઇન ગ્રોસરી પ્લેટફોર્મ જિયોમાર્ટ (JioMart) ને વધુ મજબૂત કરવા, ક્વિક-કોમર્સ માટે ડાર્ક સ્ટોર્સની સંખ્યા વધારવા અને પોતાની ઓમ્ની-ચેનલ ક્ષમતાઓને વધુ બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીનું માનવું છે કે આ રોકાણનું પરિણામ આગામી વર્ષોમાં ઊંચા નફા અને આવક વૃદ્ધિ સ્વરૂપે જોવા મળશે.

4 / 6
તાજેતરમાં કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) દિનેશ તલુજાએ જણાવ્યું હતું કે, "આ વર્ષે અમારો ઓનલાઇન બિઝનેસ ઝડપથી વધારવાનો પ્લાન છે. અમે ડાર્ક સ્ટોર્સનું નેટવર્ક વિસ્તારીશું, ઓમ્ની-ચેનલ પ્લેટફોર્મને આગળ વધારીશું અને જિયોમાર્ટના ગ્રોથને ગતિ આપીશું."

5 / 6
તેમણે ઉમેર્યું કે કંપની દરેક માર્કેટમાં પોઝિટિવ 'યુનિટ ઇકોનોમિક્સ' પર ફોકસ કરી રહી છે (એટલે કે એક પ્રોડક્ટ વેચીને કંપની કેટલો નફો કે નુકસાન કરે છે તેનું વિશ્લેષણ). નાણાકીય વર્ષ 2027-28 અને 2028-29 સુધીમાં કંપનીનો લક્ષ્યાંક ગ્રાહકોની રિપીટ ખરીદી વધારવા અને એવરેજ ઓર્ડર વેલ્યુ ઊંચી લઈ જવાનો છે. કંપનીએ આગામી ત્રણ વર્ષમાં પોતાની ઓપરેટિંગ કર-પૂર્વ આવક (EBITDA) ને બમણી કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.

6 / 6

ઓપરેશન સિંદૂર બાદ ભારતનું એર ડિફેન્સ વધુ મજબૂત થશે : રશિયા પાસેથી ₹50,000 કરોડમાં વધુ 5 S-400 ખરીદવાની તૈયારી

Follow Us
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video

આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે

4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો

ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ

'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત

અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">