
સાબુદાણા પલાળ્યા પછી તમે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તમે સાબુદાણાને હાથથી મેશ કરી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી શકો છો.

હવે તમારા હાથ પર થોડું ઘી લગાવો અને તૈયાર કરેલા મિશ્રણમાંથી ગોળા બનાવી લો. બધા બોલ બની ગયા પછી, તમારે તેને પ્લેટમાં રાખવાના છે.

ત્યારબાદ એક પેનમાં ફુલ ક્રીમ દૂધ ઉકળવા મૂકો. તેમાં મિલ્ક પાઉડર અથવા કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને તે ઉકળી જાય પછી તેમાં સાબુદાણાના ગોળા ઉમેરી ડ્રાય ફુટ નાખો. હવે તૈયાર સાબુદાણા રસમલાઈને ગરમ અથવા ફ્રિજમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો.