Ice Cream Barfi : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આઈસ્ક્રીમ બરફી, આ ટીપ્સ અપનાવી ઘરે બનાવો, જુઓ તસવીરો

|

Oct 24, 2024 | 3:28 PM

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે આઈસ્ક્રીમ બરફી ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

1 / 5
દિવાળીના પર્વ પર લોકો અવનવી મીઠાઈઓ બનાવે છે. આ મીઠાઈ દેખાવની સાથે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો આઈસ્ક્રીમ બરફી બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુર પડશે.

2 / 5
આઈસ્ક્રીમ બરફી બનાવવા માટે વાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ,બટર, ડ્રાયફ્રુટ, જેલી, ઈલાયચી પાઉડર સહિતની સામગ્રી જરુર છે.

3 / 5
આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા ધીમા ગેસ પર એક તપેલીમાં પાણી ઉકળવા માટે મુકો. ત્યારબાદ તેના પર કાચના વાસણમાં વાઈટ કમ્પાઉન્ડ ચોકલેટને મેલ્ટ કરો.

4 / 5
ત્યારબાદ તેમાં જેલી, ચોકલેટ ચીપ્સ, બદામ, દ્રાક્ષ, કાજૂના એક સરખા ટુકડા કરીને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં કણીઓ ન રહી જાય.

5 / 5
હવે એક વાસણમાં બટર ગ્રીસ કરી લો. ત્યારબાદ તૈયાર મિશ્રણને તેમાં ઉમેરી 2 - 3 કલાક સુધી રેસ્ટ કરવા મુકો. ત્યારબાદ તેને કાપીને સર્વ કરી શકો છો.

Next Photo Gallery