બેંક વધુ વ્યાજ વસૂલે, કર્મચારી કામ કરવાની ના પાડે, તો ક્યાં કરશો ફરિયાદ ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

|

Oct 09, 2024 | 4:20 PM

જો તમે કોઈ કામ માટે બેંકમાં જાઓ છો અને ત્યાં હાજર કર્મચારી તમારું કામ કરવામાં આનાકાની કરે છે અથવા કોઈ બેંક નિયમ કરતાં વધુ વ્યાજ વસૂલ છે, તો તમે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકો છો. આ માટે RBIએ બેંકના ગ્રાહકોને ઘણા પ્રકારના અધિકારો આપ્યો છે, જો કે, ઘણા લોકોને તેની જાણકારી હોતી નથી. ત્યારે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

1 / 5
જો તમે કોઈ કામ માટે બેંકમાં જાઓ છો અને ત્યાં હાજર કર્મચારી તમારું કામ કરવામાં આનાકાની કરે છે અથવા કોઈ બેંક નિયમ કરતાં વધુ વ્યાજ વસૂલ છે, તો તમે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકો છો.

2 / 5
આ માટે RBIએ બેંકના ગ્રાહકોને ઘણા પ્રકારના અધિકારો અને સુવિધાઓ પણ આપી છે, જેના દ્વારા તમે આ પ્રકારની સમસ્યા અંગે ફરિયાદ કરી શકો છો. જો કે, ઘણા લોકોને તેની જાણકારી હોતી નથી.

3 / 5
જો તમને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો તમે તમારી સમસ્યાની સીધી જ બેંકિંગ Ombudsmanને જાણ કરી શકો છો. આ માટે તમે તમારી ફરિયાદ ઓનલાઈન કરી શકો છો.

4 / 5
ફરિયાદ નોંધાવવા માટે તમારે વેબસાઇટ https://cms.rbi.org.in પર લોગિન કરવું પડશે. ત્યારપછી જ્યારે હોમપેજ ખુલશે ત્યારે તમારે ત્યાં File A Complaint વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

5 / 5
આ સાથે CRPC@rbi.org.in પર ઈમેલ મોકલીને બેંકિંગ Ombudsmanને પણ ફરિયાદ કરી શકાય છે. બેંક ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે RBIનો ટોલ ફ્રી નંબર 14448 છે, જેના પર કોલ કરીને સમસ્યાનું નિરાકરણ કરી શકાય છે.

Next Photo Gallery