અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી ત્યારની આ તસવીર છે. જ્યા ભક્તોએ ઉમળકાભેર રથનું સ્વાગત કર્યુ હતુ અને જગતના નાથના ઓવારણા લીધા હતા.
147 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્યાએ નીકળે છે ત્યારે ખલાસીબંધુઓ જ આ રથને ખેંચતા હોય છે. આ ખલાસીઓ ખૂબ જ ઉત્સાહ સાથે જગતના નાથના રથને ખેંચે છે. 16 કિલોમીટરની આ સમગ્ર યાત્રા દરમિયાન ક્યાંય પણ રથને ખેંચતા ખલાસીબંધુઓના ચહેરા પર થાક જોવા મળતો નથી.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદના માર્ગો ચિક્કાર માનવમહેરામણથી ભરેલા જોવા મળ્યા.
ભગવાનની જગન્નાથની રથયાત્રા જે- જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. જય રણછોડના નાદથી તમામ માર્ગો ગૂંજી ઉઠ્યા હતા.
ભગવાનની રથયાત્રા સાથે ખલાસીઓનો અનેરો નાતો છે. ખલાસીઓને ભગવાનના સેવકો કહેવામાં આવે છે અને વર્ષોની પરંપરા મુજબ તેઓ ઉત્સાહભેર રથયાત્રામાં સહભાગી થતા હોય છે.
Published On - 7:42 pm, Sun, 7 July 24