Rathyatra 2024 : ગુજરાતના અલગ – અલગ જિલ્લાઓમાં યોજાઈ ભગવાન જગન્નાથની રથયાત્રા, જુઓ તસવીરો

|

Jul 07, 2024 | 2:59 PM

આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. આજના દિવસ ભગવાન જગન્નાથ નગરયાત્રા માટે નીકળે છે. જેની ઉજણવી દેશભરમાં થાય છે. ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં નાની - મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે.

1 / 6
આજે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી સવારે મંગળા આરતી ગૃહ પ્રધાન અમિત શાહે કરી છે. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં લાખો લોકોએ ભાગ લીધો છે.

2 / 6
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી.નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નિકળી.મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા

3 / 6
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડરાયજીની 252 મી રથયાત્રા નગરચર્યાએ નીકળી.રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા.9 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા.સમગ્ર રથયાત્રાના રૂટમાં ભજન મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ

4 / 6
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી એક શાળામાંથી પણ બાળકો દ્વારા રથયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં બાળકો,શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભગવાન જગન્નાથજીને નગરયાત્રા કરાવી હતી.

5 / 6
ભાવનગરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું થયું પ્રસ્થાન.જગન્નાથજીની રથયાત્રા પૂર્વે દર્શન કરવા માટે સંતો મહંતો અને ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું.39 મી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.સુભાષ નગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

6 / 6
રાજકોટમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા સૌ કોઇના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.રથયાત્રામાં ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઇ આખા શહેરમાં નીકળી રથયાત્રા.આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકાર, વૃંદાવન, સાધુસંત અને રાજકીય લોકો જોડ્યા હતા.

Published On - 2:44 pm, Sun, 7 July 24

Next Photo Gallery