IPO News: રતન ટાટાના સપોર્ટેડ કંપનીનો આવી રહ્યો છે IPO, સેબીએ આપી મંજૂરી, જાણો ડિટેલ

|

Jul 01, 2024 | 10:55 PM

સેબીએ સોફ્ટબેંકની બે પોર્ટફોલિયો કંપનીઓના IPO દરખાસ્તોને મંજૂરી આપી છે. આ બે કંપનીઓમાં રતન ટાટા પાસે 77,900 શેર હતા, ટાટાએ શેર દીઠ 84.72 રૂપિયાના ભાવે પ્રેફરન્સ શેરમાં 0.02% ખરીદ્યા હતા, જે આશરે 66 લાખ રૂપિયાના રોકાણની સમકક્ષ છે.

1 / 10
જો તમે IPO દ્વારા પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ SoftBankની બે પોર્ટફોલિયો કંપનીઓના IPO પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.

2 / 10
આ બે કંપનીઓ ઓમ્નીચેનલ બેબી પ્રોડક્ટ્સ રિટેલર ફર્સ્ટક્રાય અને પુણે સ્થિત ઈકોમર્સ એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર ડેવલપર યુનિકોમર્સ છે.

3 / 10
ગયા મે, મહિનામાં ફર્સ્ટક્રાયની મૂળ કંપની બ્રેઈનબીસ સોલ્યુશન્સ લિમિટેડે આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે બીજી વખત સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે દસ્તાવેજો ફાઈલ કર્યા હતા.

4 / 10
સૂચિત IPOમાં 1,816 કરોડ રૂપિયા સુધીના નવા શેર અને હાલના શેરધારકો દ્વારા 5.44 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS) જાહેર કરવાનો સમાવેશ થશે.

5 / 10
ફર્સ્ટક્રાયમાં રતન ટાટાનો પણ મોટો હિસ્સો છે. રતન ટાટા પાસે 77,900 શેર હતા, ટાટાએ શેર દીઠ 84.72 રૂપિયાના ભાવે પ્રેફરન્સ શેરમાં 0.02% ખરીદ્યા હતા, જે આશરે 66 લાખ રૂપિયાના રોકાણની સમકક્ષ છે.

6 / 10
સોફ્ટબેંક 20.3 મિલિયન શેર વેચવા જઈ રહી છે. એ જ રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) 2.8 મિલિયન શેર વેચવાની યોજના ધરાવે છે. TPG 3.9 મિલિયન શેર વેચશે અને પ્રેમજી ફાઉન્ડેશનની રોકાણ શાખા 8.6 મિલિયન શેર વેચશે.

7 / 10
ફર્સ્ટક્રાયે ડિસેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નવ મહિનાના સમયગાળા દરમિયાન 4,814 કરોડ રૂપિયાની ઓપરેટિંગ આવક નોંધાવી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીને 278 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપનીનું કુલ વેચાણ 5,650 કરોડ રૂપિયા રહ્યું હતું. તેના કુલ વેચાણમાંથી લગભગ 77 ટકા ઓનલાઈન અને બાકીના ઓફલાઈન રિટેલ સ્ટોર્સ દ્વારા આવે છે.

8 / 10
યુનિકોમર્સ વિશે વાત કરીએ તો, કંપનીએ જાન્યુઆરીમાં IPO માટે દસ્તાવેજો આપ્યા હતા. કંપની આ IPOમાં આશરે રૂ. 480-490 કરોડના શેર વેચવાની યોજના બનાવી રહી છે.

9 / 10
જ્યારે આ IPOમાં કોઈ નવો ઈશ્યુ નથી, ત્યાં કુલ 29,840,486 ઈક્વિટી શેર વેચવાની યોજના છે જેની ફેસ વેલ્યુ રૂ 1 છે. આમાં એસેવેક્ટર લિમિટેડ (અગાઉ સ્નેપડીલ લિમિટેડ તરીકે ઓળખાતું હતું)ના 11,459,840 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. IIFL સિક્યોરિટીઝ લિમિટેડ અને CLSA ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

10 / 10
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery