રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Mar 17, 2025 | 2:38 PM
4 / 5
સંપત રાયનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન 1.26 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યારે ગયા વર્ષે 16 કરોડથી વધુ પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા, જેમાંથી 5 કરોડે શ્રી રામ મંદિરની મુલાકાત લીધી હતી. રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું નિયમિતપણે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે છે.

5 / 5
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ મોટાભાગના ભક્તો ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા આવી આવ્યા હતા. આવી સ્થિતિમાં અયોધ્યામાં વધુ ભીડ જોવા મળી હતી. આ કારણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ સંપત રાયે સ્થાનિક શ્રદ્ધાળુઓને 15 દિવસ પછી અયોધ્યા આવવાની સલાહ આપી હતી.