નિર્ધારિત રકમ કરતાં વધુ પૈસા વસૂલતા રેલવેના 13 કુલીઓને ઘરભેગા કર્યા, જાણો કુલી સામે કેવી રીતે કરવી ફરિયાદ?

દિલ્હીના મુખ્ય રેલવે સ્ટેશનો પર નિર્ધારિત ભાડા કરતાં વધુ વસૂલતા 13 કુલીઓ સામે રેલવેએ કડક કાર્યવાહી કરી છે. જો કોઈ કુલી તમારી પાસેથી મનમાનું ભાડું માંગે, તો કેવી રીતે તાત્કાલિક ફરિયાદ કરવી તેની વિગતવાર રીત જાણો.

| Updated on: Aug 19, 2026 | 7:47 PM
1 / 5
દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ રેલવે સ્ટેશન પર એક લાઇસન્સ ધરાવતો કુલી મુસાફર પાસેથી મનમાની રકમ વસૂલતો ઝડપાયો હતો. આ કુલીએ સામાન ઉપાડવા માટે પહેલા ₹800 માંગ્યા હતા, ત્યારબાદ ₹500 માં વાત નક્કી થઈ હતી. તેણે સામાન પહોંચાડ્યો અને ₹500 વસૂલ્યા, જ્યારે કે તેનો વાસ્તવિક નિર્ધારિત ચાર્જ માત્ર ₹230 હતો.

2 / 5
આવો જ બીજો કિસ્સો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બન્યો, જ્યાં 20 કિલો સામાન માટે ₹140 ના નિર્ધારિત દર સામે ₹250 થી ₹300 સુધી વસૂલવામાં આવ્યા હતા. જૂની દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર પણ બે સામાન માટે નક્કી કરાયેલા ₹280 ના બદલે મુસાફરો પાસેથી ₹300 થી ₹500 પડાવવામાં આવ્યા હતા. ઉત્તર રેલવેના સ્પેશિયલ ઓપરેશન દરમિયાન આ બાબતો સામે આવી હતી, જેના પગલે રેલવેએ તે કુલીઓના બેજ (બિલ્લા) જપ્ત કરીને તેમને ડ્યુટી પરથી હટાવી દીધા છે.

3 / 5
રેલવેનું સરપ્રાઈઝ ચેકિંગ: રંગેહાથ પકડાયા 13 પોર્ટર: ઉત્તર રેલવેએ લાયસન્સધારક કુલીઓ સામે ઓચિંતી તપાસ અને 'ડિકોય ઓપરેશન' (ગ્રાહક બનીને તપાસ) તેજ કર્યા છે. રેલવેએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મુસાફરો પાસેથી વધુ પડતા પૈસા વસૂલવાની મનમાની બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તપાસ દરમિયાન કુલ 13 કુલીઓ નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા. કેટલાક કિસ્સાઓમાં મુસાફરો સાથે વધુ પૈસા માટે સોદાબાજી કરવાના અને UPI/QR કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટ લેવાના પુરાવા પણ મળ્યા છે.

4 / 5
વધુ પૈસા માંગવામાં આવે તો કેવી રીતે કરવી ફરિયાદ? જો કોઈ કુલી નિર્ધારિત દર કરતાં વધુ પૈસા માંગે અથવા ગેરવર્તણૂક કરે, તો મુસાફરો નીચે મુજબ ફરિયાદ કરી શકે છે: રેટ લિસ્ટ ચેક કરો: દરેક રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ અને બુકિંગ કાઉન્ટર પાસે કુલીના નિર્ધારિત દરો (Rate List) નું બોર્ડ લગાવેલું હોય છે. ફરિયાદ કરતા પહેલા વજન મુજબ નક્કી કરેલો રેટ ચોક્કસ ચકાસી લો. બિલ્લા નંબર (Badge Number) નોંધી લો: કુલીના હાથ પર ધાતુનો એક બિલ્લો (ટોકન) બાંધેલો હોય છે. તેના પર તેનો બેજ નંબર લખેલો હોય છે. ફરિયાદ નોંધાવવા માટે આ નંબર સૌથી મહત્વપૂર્ણ છે.

5 / 5
સ્ટેશન માસ્ટર અથવા મેનેજર પાસે ફરિયાદ: તમે સીધા સ્ટેશન માસ્ટર (SM/SS) કે ચીફ કોમર્શિયલ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કરી શકો છો. પૂછપરછ કાઉન્ટર પર જઈ ફરિયાદ પુસ્તિકા (Complaint Book) માં લેખિત ફરિયાદ પણ નોંધાવી શકાય છે. RailMadad એપ દ્વારા: તમારા સ્માર્ટફોનમાં રેલવેની સત્તાવાર 'RailMadad' એપ ડાઉનલોડ કરી, 'Station Complaints' વિકલ્પમાં જઈને કુલી (Licensed Porter) વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો. વેબસાઇટ અને હેલ્પલાઇન: railmadad.indianrailways.gov.in પોર્ટલ પર જઈને વિગતો ભરી શકાય છે અથવા સીધો રેલવે હેલ્પલાઇન નંબર 139 ડાયલ કરીને પણ 'પેસેન્જર સુવિધા' હેઠળ કુલી સામે ફરિયાદ નોંધાવી શકાય છે.

Published On - 7:46 pm, Wed, 19 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.