
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડેટા અનુસાર, વર્ષ 2022માં લગભગ 37,948 ભારતીય પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ વર્ષે દેશમાં નોંધાયેલા કેન્સરના 14 લાખ નવા કેસોમાંથી આ લગભગ ત્રણ ટકા છે.

નોઇડાની ફોર્ટિસના ડૉક્ટર સૌરભ ટંડોને ભારતીય પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના વધતા જતા કેસ અંગે જણાવ્યું હતું કે, "વહેલી તપાસ કેન્સરના દર્દીઓના જીવિત રહેવાના દરમાં વધારો કરી શકે છે. ભારતમાં સૌથી મોટી સમસ્યા તેની મોડી તપાસ છે".

કેટલાક ડેટા પર નજર કરવામાં આવે તો, અમેરિકામાં પ્રોસ્ટેટ કેન્સરના 80 ટકા દર્દીઓનું નિદાન વહેલું થાય છે, જ્યારે અહીં મોડા નિદાનના કેસ માત્ર 20 ટકા છે. ભારતમાં આ દિશામાં વિશેષ સુધારાની જરૂર છે.

પ્રોસ્ટેટ કેન્સર પ્રોસ્ટેટ ગ્રંથિમાં કોષોની ઝડપી વૃદ્ધિને કારણે થાય છે, જે પુરૂષ પ્રજનન પ્રણાલી માટે મહત્વપૂર્ણ ગ્રંથિ છે. તે પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કેન્સર મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે.

DNA માં કેટલાક ફેરફારોને આ કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ એવા લોકોમાં વધારે જોવા મળે છે કે જેમના પરિવારમાં આ સમસ્યા પહેલા હોય છે. જીવનશૈલીમાં ખલેલ અને સ્થૂળતા પણ જોખમી પરિબળ બની શકે છે. ડોક્ટરોની સૌથી મોટી ચિંતા એ છે કે આ કેન્સરનું સમયસર નિદાન થતું નથી. મહત્વનું છે કે ડોકટરોનું કહેવું છે કે આ કેન્સરની સારવાર થઈ શકે છે. જેના માટે વહેલી તકે નિષ્ણાંતોની સલાહ લેવી

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.