
વેનેઝુએલામાં બે મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 છે. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં હજારો લોકોના મોતની આશંકા છે. આ દરમિયાન જાપાનમાં પણ જમીન ધ્રુજી ઉઠી છે.

રિપોર્ટ અનુસાર, રાજધાની કારાકાસમાં થોડીક સેકન્ડોમાં જ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા. પહેલો ભૂકંપ 7.1ની તીવ્રતાનો હતો. જ્યારે બીજો ભૂકંપ 7.5ની તીવ્રતાનો હતો. ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે.

ભૂકંપ આવે ત્યારે તાત્કાલિક ઘર, ઓફિસ અથવા કોઈ પણ ઇમારતમાં હોવ તો શક્ય હોય તેટલી ઝડપથી બહાર નીકળી ખુલ્લી જગ્યાએ જાઓ. ખુલ્લા મેદાન તરફ જવાની કોશિશ કરો. ભૂકંપ દરમિયાન ખુલ્લું મેદાન સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે.

કોઈપણ ઇમારતની નજીક ઊભા ન રહો. જો તમારા ઇમારતમાં લિફ્ટ હોય તો તે સમયે લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો. આવી સ્થિતિમાં, સીડીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તમારા ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો. તમારા ઘરના બધા પાવર સ્વીચો બંધ કરો. જો ઇમારત ખૂબ ઊંચી હોય અને તરત નીચે ઉતરવું શક્ય ન હોય, તો મજબૂત ટેબલ, પલંગ અથવા મજબૂત ફર્નિચરની નીચે આશરો લો.

ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં અને કોઈપણ પ્રકારની અફવા ફેલાવશો નહીં, કારણ કે તેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.