
સુરક્ષિત રોકાણ માટે સરળ અને વિશ્વસનીય વિકલ્પ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના તમારા માટે એક સારું પસંદગી બની શકે છે. ઓછા જોખમ સાથે ધીમે ધીમે મોટું ભંડોળ બનાવવા માંગતા રોકાણકારો માટે આ યોજના ખાસ ઉપયોગી છે.

પોસ્ટ ઓફિસ RD યોજનામાં તમે માત્ર ₹100 જેટલી નાની રકમથી પણ શરૂઆત કરી શકો છો. આ યોજના 5 વર્ષ માટે હોય છે, જેમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરો છો. પરિપક્વતા સમયે તમને તમારી જમા રકમ સાથે વ્યાજ પણ મળે છે, જે હાલ અંદાજે 6.70% વાર્ષિક દરે આપવામાં આવે છે. આ કારણે નાના રોકાણકારો માટે આ યોજના આકર્ષક બની રહે છે.

આ યોજનાની એક મહત્વપૂર્ણ ખાસિયત તેની લોન સુવિધા છે. જો તમે સતત 12 મહિના સુધી હપ્તા ભરી ચૂક્યા હો, તો તમે તમારા RD ખાતામાં રહેલા બેલેન્સના 50% સુધી લોન લઈ શકો છો. આ માટે તમને RD ખાતું બંધ કરવાની જરૂર નથી, અને વ્યાજ દર પણ સામાન્ય પર્સનલ લોન કરતાં ઓછો રહે છે.

સરકાર દ્વારા સમર્થિત હોવાને કારણે આ યોજના ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તેમાં જોખમ ઓછું હોય છે અને નિયમિત બચત કરવાની સારી ટેવ પણ વિકસે છે. ખાસ કરીને એવા લોકો માટે, જેમણે નાની રકમથી શરૂઆત કરવી હોય અને ભવિષ્ય માટે ધીમે ધીમે મોટું ફંડ તૈયાર કરવું હોય, તેમના માટે આ એક સરળ અને અસરકારક વિકલ્પ છે.

જો તમે ઓછા જોખમ સાથે નિયમિત બચત કરીને ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવવા માંગતા હો, તો પોસ્ટ ઓફિસ RD યોજના ચોક્કસપણે વિચારવા જેવી છે.
Published On - 4:57 pm, Thu, 16 April 26