પોસ્ટ ઓફિસ RD સ્કીમ : માત્ર ₹5000 ની માસિક બચતથી બનાવો ₹8.50 લાખનું ફંડ, ફક્ત વ્યાજથી જ થશે ₹2.50 લાખની કમાણી
સુરક્ષિત અને સરકારી ગેરંટી સાથે રોકાણ કરવા માંગતા લોકો માટે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) એક શાનદાર વિકલ્પ છે. 6.7% ના આકર્ષક વ્યાજ દર સાથે દર મહિને ₹5,000 નું રોકાણ કરીને તમે 10 વર્ષમાં કુલ ₹8.54 લાખથી વધુનું મોટું ભંડોળ તૈયાર કરી શકો છો.

જો તમે સંપૂર્ણ સુરક્ષિત રોકાણનો વિકલ્પ શોધી રહ્યા હોવ, તો પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આમાંની એક ખાસ યોજના છે—પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (Post Office RD Scheme), જેને 'છોટા પેકેટ બડા ધમાકા' સ્કીમ પણ કહી શકાય છે. આ યોજનામાં દર મહિને માત્ર ₹5,000 નું રોકાણ કરીને તમે ₹8.50 લાખથી વધુનું મોટું ફંડ ઊભું કરી શકો છો, અને સૌથી ખાસ વાત એ છે કે તેમાં ₹2.50 લાખથી વધુની કમાણી તો માત્ર વ્યાજ પેટે જ થઈ જશે.

સંપૂર્ણ જોખમમુક્ત રોકાણ: પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ લોકપ્રિય હોવાનું મુખ્ય કારણ એ છે કે તેમાં પૈસા ડૂબવાનું કોઈ જોખમ હોતું નથી. આ યોજનાઓમાં તમારા રોકાણ અને વળતરની 100% સુરક્ષાની ખાતરી ખુદ કેન્દ્ર સરકાર આપે છે. આથી સામાન્ય રોકાણકારો કોઈપણ પ્રકારના ટેન્શન વગર આમાં લાંબા ગાળા માટે નાણાં રોકી શકે છે.

નાની બચતથી શરૂઆતની ઉત્તમ તક: પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની વિશેષતા એ છે કે તેમાં એકસાથે મોટી રકમ જમા કરાવવાની જરૂર નથી. તમે રોજીંદી બચતમાંથી દર મહિને નાની રકમ જમા કરાવી શકો છો: આ યોજનામાં માત્ર ₹100 ની લઘુત્તમ રકમ થી પણ ખાતું ખોલાવી શકાય છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી, તમે તમારી ક્ષમતા અનુસાર ગમે તેટલું રોકાણ કરી શકો છો. વ્યક્તિગત (Single) કે સંયુક્ત (Joint) બંને પ્રકારના એકાઉન્ટ ખોલવાની સુવિધા મળે છે.

આકર્ષક વ્યાજ દર અને સમયગાળો: હાલમાં સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ આરડી પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે: આ યોજનાનો મૂળ મેચ્યોરિટી સમયગાળો 5 વર્ષ નો હોય છે. જો રોકાણકાર ઇચ્છે તો 5 વર્ષ પૂર્ણ થયા બાદ તેને વધુ 5 વર્ષ માટે લંબાવી (Extend) પણ શકે છે. મહત્વનો નિયમ: આરડીમાં સમયસર હપ્તો ભરવો જરૂરી છે. જો નિયત તારીખે હપ્તો ન ભરાય તો દર મહિને 1% પેનલ્ટી લાગે છે, અને સતત 4 હપ્તા ચૂકી જવાથી આરડી ખાતું આપોઆપ બંધ થઈ શકે છે.

માત્ર વ્યાજમાંથી અઢી લાખની કમાણીનું ગણિત: જો તમે દર મહિને ₹5,000 નું રોકાણ શરૂ કરો છો, તો તેનું ગણિત નીચે મુજબ રહેશે: 5 વર્ષની પાકતી મુદતે: 6.7% ના વ્યાજ દરે 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ ₹3,00,000 થશે અને વ્યાજ સાથે તમને કુલ ₹3,56,830 મળશે. 10 વર્ષ સુધી લંબાવવા પર: જો તમે આ સ્કીમને વધુ 5 વર્ષ લંબાવીને રોકાણ ચાલુ રાખો છો, તો 10 વર્ષમાં તમારી કુલ જમા મૂડી ₹6,00,000 થશે. 10 વર્ષના અંતે 6.7% ના ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ તમને માત્ર વ્યાજના જ ₹2,54,272 મળશે. આમ, પાકતી મુદતે તમને કુલ ₹8,54,272 નું જંગી ફંડ હાથમાં મળશે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.
બચત પણ અને વીમો પણ : LIC એ લોન્ચ કર્યા 2 નવા દમદાર પ્લાન, મળશે ₹24 લાખ સુધીનું કવરેજ અને ગેરંટીડ ઇનકમ
