કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડથી ઉમેદવારી નોંધાવી છે. રાહુલ બીજી વખત વાયનાડથી સાંસદ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જીતની આશા છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે પોતાની સંપત્તિ વિશે માહિતી આપી છે. મહત્વનું છે કે આ માટે તેમણે કરેલ એફિડેવિટમાં અનેક માહિતી એટલે કે તેમણે જીવનને લગતા તમામ આર્થિક થી લઈ શૈક્ષણિક પાસા આવરી લેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ એફિડેવિટમાં તેમણે વારસામાં મળેલી સંપતિનો પણ ઉલ્લેખ કર્યો છે.
કોંગ્રેસ નેતાની વિવિધ બેંકોમાં 26.25 લાખ રૂપિયા જમા છે. તેણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને વિવિધ કંપનીઓના શેર્સમાં આશરે 8 કરોડનું રોકાણ પણ કર્યું છે. પ્રોપર્ટીમાં 333.3 ગ્રામ સોનું પણ સામેલ છે. સોગંદનામા મુજબ, દિલ્હીના સુલતાનપુર ગામમાં વારસામાં મળેલા ફાર્મમાં ગાંધીનો હિસ્સો છે.
5 / 5
રાહુલ પાસે બે ખેતીની જમીન છે, જેમાં તેમની બહેન પ્રિયંકાનો પણ હિસ્સો છે. દિલ્હીમાં 2.346 એકર અને મહેરૌલીમાં 1.432 એકર જમીન છે. તેની કુલ કિંમત 2.10 કરોડ છે. રાહુલની ગુરુગ્રામમાં બે કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે.