
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટા ફેરફાર સાથે વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા એમની બેઠકો પર પરાજય વેઠવા માટે મજબૂર બન્યા. કુલ 70 બેઠકોમાંથી 47 બેઠકો પર ભાજપ આગળ છે, જ્યારે AAP 23 બેઠકો પર સીમિત રહી છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી પણ નિરાશાજનક રહી હતી, કારણ કે તે સતત ત્રીજી વખત શૂન્ય પર રહી.

1993માં પ્રથમ વખત દિલ્હીમાં વિજય મેળવ્યા બાદ, ભાજપ 27 વર્ષથી વિધાનસભાની ચૂંટણીમાં સંઘર્ષ કરી રહ્યો હતો. આ વખતની જીત તેમના માટે ઐતિહાસિક છે અને ભાજપની આગેવાની હેઠળ નવી દિલ્હીમાં નવી દિશામાં વિકાસ શરૂ થવાની સંભાવના છે. ત્યારે હવે માહિતી સામે આવી છે કે દિલ્હી માટે આગામી 10 થી 15 દિવસમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની સંભાવના છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ આ માહિતી આપી છે.