ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ, જુઓ સેવા-સમર્પણ યાત્રાની ઝલક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2025ના રોજ ચાર વર્ષ પૂર્ણ. આ સમયગાળામાં સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને જન કલ્યાણ પર ભાર મુકાયો છે. અહીં વિગત આપવામાં આવી છે જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં થયેલા કામોની ઝલક બતાવે છે.

| Updated on: Sep 12, 2025 | 6:32 PM
4 / 12
આ ચાર વર્ષ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વ આપ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરીને 4 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. દ્વારકા અને સોમનાથ ખાતે પણ દબાણો દૂર થયા અને હજારો ચોરસ મીટર જમીન જનહિત માટે મુક્ત થઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. જાહેર ભરતીમાં થતી ગેરરીતિ અટકાવવા કડક કાયદો અમલમાં મુકાયો. સામાન્ય જનતાના હિતમાં વીજળીના દરમાં 15 પૈસાનો ઘટાડો કરીને 400 કરોડનો લાભ અપાયો. ખેડૂતોને જમીન ખરીદી-વેચાણની પ્રક્રિયામાં સરળતા લાવવા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા.

5 / 12
સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા. 38 શહેરોમાં 116 આશ્રયસ્થાનો સ્થાપિત થયા, જ્યાં દરરોજ 10,000થી વધુ લોકોને આશરો મળે છે. ચાર વર્ષમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું. પ્રાથમિક શાળાના બાળકો માટે પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થઈ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી 3.26 કરોડ લોકોને લાભ મળ્યો. નમો શ્રી યોજના હેઠળ એક વર્ષમાં 4 લાખ માતાઓને ₹222 કરોડ સહાય મળી. શ્રમિક અન્નપૂર્ણા યોજનાથી અત્યાર સુધી 2.68 કરોડ લોકોને ભોજન અપાયું. આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ્ (PMJAY-MA) હેઠળ સહાય ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી.

6 / 12
રાજ્યમાં 2.92 કરોડથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ મળ્યા છે. 283 ડાયાલિસિસ સેન્ટર અને 35 કીમોથેરાપી સેન્ટરો કાર્યરત છે. છેલ્લા ચાર વર્ષમાં 6,547 ભરતીમેળાઓ યોજાયા, જેમાંથી 5,06,741 લોકોને રોજગાર મળ્યો. નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹1000 કરોડથી વધુ સહાય આપવામાં આવી. કિસાન સૂર્યોદય યોજના હેઠળ 16,899 ગામોને દિવસે વીજળી ઉપલબ્ધ થઈ.

7 / 12
સુશાસન માટે અનેક પગલાં લેવાયા. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને ગુજરાત વહીવટી સુધારણા આયોગ (GARC)ની રચના કરવામાં આવી. વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું. રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓ ઉમેરાઈ. ગુજરાતે “વિકસિત ગુજરાત @2047”નો રોડમેપ તૈયાર કર્યો.

8 / 12
શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ. પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને મહિલા-બાળકો માટે સિંગલ હેલ્પલાઇન નંબર 112 જાહેર થયો. પીએમ સૂર્યઘર યોજના હેઠળ ગુજરાતે 10 લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનનો રેકોર્ડ બનાવ્યો. રમતગમત ક્ષેત્રે કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036 માટે ગુજરાત પસંદ થયું.

9 / 12
ઔદ્યોગિક વિકાસમાં પણ ગુજરાતે આગવું સ્થાન હાંસલ કર્યું. ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઑફ એક્સલન્સ તથા ફિન્ટેક એન્ડ ઇનોવેશન હબ સ્થાપિત થયા. રાજ્યમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત થઈ રહ્યા છે, જેમાં સાણંદ અને ધોલેરાના પ્લાન્ટ ખાસ મહત્વના છે. સાણંદમાં ભારતની પ્રથમ OSAT ફેસિલિટી શરૂ થયો. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતે 20,431 મિલિયન USDની વિદેશી મૂડીરોકાણ (FDI) મેળવી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં 140થી વધુ દેશોના 61,000 પ્રતિનિધિઓ જોડાયા.

10 / 12
સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ મળી. યુનેસ્કોએ ગુજરાતના “ગરબા”ને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કર્યો. ભુજનું સ્મૃતિવન મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સમાં સામેલ થયું. કચ્છનું ધોરડો ગામ યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર થયું.

11 / 12
નીતિ નિર્ધારણના ક્ષેત્રે પણ ભૂપેન્દ્ર પટેલે દિશાદર્શક કામગીરી કરી. આત્મનિર્ભર પોલિસી 2022, બાયોટેક્નોલોજી પોલિસી 2022-27, IT/ITes પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી, સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, ટેક્સટાઇલ પોલિસી, કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી અને સ્પેસટેક પોલિસી સહિત 16થી વધુ નવી નીતિઓ અમલી બની.

12 / 12
કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલે ચાર વર્ષમાં ગુજરાતને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. તેમનું પારદર્શક વહીવટ, જનહિતના નિર્ણયો અને મક્કમ નેતૃત્વ ગુજરાતને વિકસિત રાજ્યમાંથી વિકસિત ભારતના સપના તરફ લઈ જઈ રહ્યું છે.

Published On - 6:19 pm, Fri, 12 September 25