
કાળઝાળ ગરમી વચ્ચે એસી-કૂલર ચલાવવા છતાં લાખો લોકોનું વીજ બિલ 'ઝીરો' આવી રહ્યું છે, જેનું રહસ્ય 'પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના' છે.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના 50.06 લાખથી વધુ ઘરોના છત પર સોલાર પેનલ લગાવીને તેમને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ અપાવવામાં આવી છે.

એકવાર સોલાર પેનલ લગાવ્યા પછી તેની આયુ લગભગ 25 વર્ષની હોય છે, એટલે કે એકવારનો ખર્ચ અને 25 વર્ષ સુધી મફત વીજળી.

ફેબ્રુઆરી 2024માં શરૂ થયેલી આ સ્કીમ દુનિયાનો સૌથી ઝડપી ક્લીન એનર્જી પ્રોગ્રામ બની ગઈ છે, જેમાં દર 6 દિવસે 1 લાખ નવા પરિવાર જોડાઈ રહ્યા છે.

માત્ર જુલાઈ 2026ના એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 5.06 લાખ પરિવારોએ પોતાના ઘરોમાં આ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવ્યા છે.

યોજના હેઠળ સરકાર છત પર સોલાર લગાવવા માટે DBT દ્વારા ડાયરેક્ટ રૂ. 78,000 સુધીની તગડી સબસિડી બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે.

સરકારે અત્યાર સુધીમાં રૂ. 28,024 કરોડથી વધુની રકમ સબસિડી રૂપે સીધી લોકોના ખાતામાં જમા કરાવી દીધી છે.

મફત વીજળી સિવાય 12 લાખથી વધુ પરિવારોએ વધારાની વીજળી ગ્રીડને વેચીને રૂ.421કરોડની કમાણી કરી છે, એટલે કે સરેરાશ વાર્ષિક રૂ. 3,500ની નવી આવક.

તાજા આંકડા મુજબ આ સ્કીમના કારણે દેશના 19 લાખથી વધુ પરિવારોનું મહિને વીજ બિલ બિલકુલ શૂન્ય (Zero) થઈ ગયું છે.

આ યોજનાથી દેશભરમાં 34,219થી વધુ નોંધાયેલા વેન્ડર્સનો મોટો ઇકોસિસ્ટમ તૈયાર થયો છે, જેનાથી હજારો લોકોને રોજગારી મળી રહી છે.