International Yoga Day : યોગ દિવસ પર PM મોદીએ કયા-કયા યોગ કર્યા? જાણો તેને કરવાથી થતા ફાયદા

|

Jun 21, 2024 | 11:36 AM

International Yoga Day 2024 : આજે દેશ અને દુનિયામાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC)માં લોકો સાથે યોગ કર્યા હતા. ત્યારે પીએમએ જે યોગ કર્યા જાણો તેને કરવાથી થતા ફાયદા વિશે

1 / 6
આજે એટલે કે 21મી જૂને સમગ્ર વિશ્વમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 2015માં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે પણ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. તે જ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગાભ્યાસ કર્યો હતો. ત્યારે પીએમ મોદીએ આજે કયા કયા યોગ કર્યા અને જાણો તેને કરવાથી થતા ફાયદા વિશે.

2 / 6
વજ્રાસન : PM મોદીએ વજ્રાસન યોગ કર્યો હતો. આ યોગ  શ્રેષ્ઠ પાચન સ્વાસ્થ્ય જાળવવા અને પેટ સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઉત્તમ વિકલ્પ છે. સ્વાદુપિંડને સ્વસ્થ રાખવા અને કમરની આસપાસની ચરબી ઘટાડવા માટે વજ્રાસન યોગ પણ ફાયદાકારક માનવામાં આવે છે.મનને શાંત અને સ્થિર રાખવામાં મદદ કરે છે. એસિડિટી અને ગેસ મટાડે છે, ઘૂંટણના દુખાવામાં રાહત આપે, જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે, પીઠના દુખાવાથી રાહત આપે, પેટના નીચેના ભાગમાં રક્ત પરિભ્રમણ વધારે અને સ્થૂળતા ઘટાડે છે.

3 / 6
તીતલી આસન : તીતલી આસનને બદ્ધ કોણાસન અથવા બટરફ્લાય મુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસન ન માત્ર પીઠનો તણાવ ઓછો કરે છે પરંતુ શરીર અને મનને આરામ પણ આપે છે.બટરફ્લાય આસન કરવાથી તમારા પેલ્વિસ એરિયામાં સ્ટ્રેચ આવે છે, જે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, તે હિપ્સ, જાંઘ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચીને તણાવ દૂર કરવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં, તે પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.

4 / 6
ઉસ્ટ્રાસન : ઉસ્ટ્રાસનનો અભ્યાસ તમારા આખા શરીરના જકળાયેલા સ્નાયુઓને ખોલવામાં મદદ કરે છે.તેનાથી શરીરના ત્રણ ભાગ એટલે કે ખભા, છાતી અને કમર ખૂબ જ મજબૂત બને છે. શરીરને લચીલુ બનાવે છે. પીઠના નીચેના ભાગમાં દુખાવાની સમસ્યાને ઓછી કરે છે.ઉસ્ટ્રાસન થાક, ચિંતા વગેરે દૂર કરે છે, ફેફસાં ખોલવામાં મદદ કરે છે અને માસિક ધર્મના દુખાવામાં રાહત આપે છે.

5 / 6
બાલાસન  : પીએમ મોદીએ જે આસન કર્યા તેમાથી એક બાલાસન પણ હતુ. બાલાસન શરીરની ખોવાયેલી ઉર્જા પાછી લાવે છે અને મનને શાંતિ આપે છે, શરીર હળવાશ અને તાજગી અનુભવે છે. આ આસનનો અભ્યાસ કરવાથી કરોડરજ્જુને આરામ મળે છે અને પીઠના દુખાવામાં, ખાસ કરીને કમર, ગરદન અને ખભાના દુખાવામાં રાહત આપે છે.બાલાસનનો અભ્યાસ ઘૂંટણને ખેંચે છે અને રાહત આપે છે.આ આસન મન શાંત રહે છે અને તણાવ અને ડિપ્રેશનમાંથી રાહત મળે છે.

6 / 6
શવાસન : દરરોજ શવાસન કરવાથી આખા શરીરનું સ્વાસ્થ્ય સુધરે છે, શવાસન પાચન માટે સારું છે.આ યોગ આસન કરવાથી કબજિયાત જેવી સમસ્યામાંથી રાહત મળી શકે છે.શવાસન રક્ત પરિભ્રમણને સુધારે છે અને તેનાથી મગજમાં વધુ સારું રક્ત પરિભ્રમણ થાય છે. શવાસન કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે.શવાસન કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. તેનાથી શરીર હળવાશ અનુભવે છે. ત્વચા સુધારવા માટે શવાસન પણ કરી શકાય છે.

Next Photo Gallery