
આ વખતે કેબિનેટમાં સામેલ થનાર મોટું નામ જેપી નડ્ડા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હવે તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત મોદી કેબિનેટમાં એન્ટ્રી લીધી છે. તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે.

ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બનેલા નિમુબેન બાંભણીયાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.