
મોટાભાગે લોકો Wi-Fi માટે રાઉટરનો વપરાશ કરે છે. પરંતુ કેટલાક લોકોને ખબર રહેતી નથી કે રાઉટરની યોગ્ય દિશા કેવી હોય છે. ખોટી જગ્યાએ રાઉટર મૂકવાથી Wi-Fi કનેક્ટ થતું નથી અથવા તો તેની સ્પીડ ધીમી હોઈ શકે છે.

ઘણીવાર લોકો નબળા Wi-Fi સિગ્નલ અને ધીમી સ્પીડના કારણે ફરિયાદ કરતા હોય છે. આનું એક મુખ્ય કારણ રાઉટરનું ખોટું સ્થાન હોઈ શકે છે.

આવી સ્થિતિમાં રાઉટર હંમેશા ઘરની વચ્ચે રાખવું જોઈએ જેથી બધા રૂમને સમાન સિગ્નલ મળી શકે છે.

આ સાથે રાઉટર જમીનથી ઓછામાં ઓછા 5થી 7 ફૂટ ઉપર રાખવું જોઈએ, કારણ કે સિગ્નલ નીચેની દિશામાં વધુ સારી રીતે કનેક્ટ કરી શકે છે.

રાઉટરને સિમેન્ટ અથવા જાડી દિવાલોથી દૂર રાખવું જોઈએ કારણ કે Wi-Fi સિગ્નલ દિવાલોમાંથી પસાર થતાં નબળા પડી શકે છે.

મહિનામાં 1થી 2 વાર રાઉટરને રીસ્ટાર્ટ કરવું જોઈએ. સમયાંતરે રાઉટરને રીસ્ટાર્ટ કરવાથી તેની કામગીરીમાં સુધરે થઈ શકે છે અને સ્પીડ પણ સ્થિર રહે છે