
ઝેરીલું નિવેદન: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ઈઝરાયેલને વિશ્વ માટે ‘કેન્સર’ ગણાવી તેને પૃથ્વી પરથી ભૂંસી નાખવાની ઉશ્કેરણીજનક ધમકી આપી છે.

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ નિવેદનને યહૂદી વિરોધી અને સીધો અસ્તિત્વ પરનો હુમલો ગણાવી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાનો દાવો કરનાર પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવતા તેની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

પાકિસ્તાની સંસદમાં પણ ભારત અને ઈઝરાયેલને સંયુક્ત રીતે દુશ્મન ગણાવીને એશિયામાં નવો તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરાયો છે.

વિદેશ મંત્રી ગિદોન સારએ સ્પષ્ટ કર્યું છે કે આતંકના ગઢ પાકિસ્તાનની આવી ભાષા સહન કરવામાં આવશે નહીં અને ઈઝરાયેલ પોતાનો બચાવ કરતા જાણે છે.

ઈરાન-અમેરિકાની વાતચીત પહેલા જ ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવાયું છે, બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

નિષ્ણાતો માને છે કે ઈરાન સાથેની મિત્રતા ગાઢ કરવા માટે પાકિસ્તાને જાણીજોઈને ઈઝરાયેલ વિરુદ્ધ આ ‘ઘૃણાસ્પદ’ નિવેદનબાજી કરી છે.

જે મધ્યસ્થીથી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધથી બચવાની આશા હતી, તે હવે પાકિસ્તાનની એક ભૂલને કારણે નિષ્ફળ જવાની અણી પર છે.