
ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન હાલ પોતાના એરસ્પેસ પર પેસેન્જર વિમાનો ઉડાવી રહ્યું છે.

આ વ્યૂહાત્મક પગલું એ માટે લેવામાં આવ્યું છે જેથી જો યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય અને ભારત દ્વારા હવાઈ હુમલા કરવામાં આવે, તો તેમાં પાકિસ્તાની નાગરિકો ધ્યેય બને — એવો દાવો પાકિસ્તાને વિશ્વ સમક્ષ રાખી શકે.

ભારતીય સેનાએ “Flight24” જેવી વેબસાઇટનો પણ ઉલ્લેખ કર્યો છે, જે મુસાફર વિમાનોની લાઇવ ટ્રેકિંગ સુવિધા આપે છે.

આ વેબસાઇટના ડેટા પરથી પણ સ્પષ્ટ થાય છે કે લાહોરથી વિમાનો ઊડી રહ્યા છે, જ્યારે અન્ય શહેરો જેવા કે મુલતાન, ક્વેટા અને કરાચીમાં પણ વિમાનો ઉડી રહ્યા છે.

પાકિસ્તાનનો આ પગલું એ પ્રકારનો પ્રયાસ લાગે છે કે જો ભારત કોઈ હુમલો કરે અને તેમાં પાકિસ્તાનનું વ્યૂહાત્મક પ્લાન નિષ્ફળ જાય, તો પાકિસ્તાન વિશ્વ સમક્ષ રડતી અદામાં પોતાનો પક્ષ રજૂ કરી શકે અને પોતાના નાગરિકો તથા સેના પાસેથી સહાનુભૂતિ મેળવી શકે.
Published On - 6:02 pm, Fri, 9 May 25