Gujarati NewsPhoto galleryBusiness IPO News In Gujarati : NTPC Green Energy has applied files to SEBI for IPO Stock Market Share Market
IPO News : NTPC ગ્રીન એનર્જીએ IPO માટે સેબીમાં કરી અરજી, શેર હોલ્ડરને થઈ શકે છે મોટો ફાયદો
NTPCના રિન્યુએબલ એનર્જી યુનિટ એનટીપીસી ગ્રીન એનર્જીએ બુધવારે IPO દ્વારા રૂ. 10,000 કરોડ એકત્ર કરવા માટે બજાર નિયમનકાર સેબી પાસે દસ્તાવેજો રજૂ કર્યા હતા. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર પ્રારંભિક શેર-વેચાણ સંપૂર્ણપણે ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે અને તે વેચાણ માટે ઓફર (OFS) નથી.