Breaking News : NSE વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું, શેરે નોંધાવી ઐતિહાસિક ઊંચાઈ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે. NSEના શેર ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે, જે ₹2,400ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

| Updated on: Nov 26, 2026 | 4:54 PM
1 / 7
ભારતના શેરબજાર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું એક્સચેન્જ બની ગયું છે. NSEના શેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજી જોવા મળી રહી છે. 26 નવેમ્બરના રોજ શેરે ₹2,400ની સર્વકાલીન ઊંચી સપાટી સ્પર્શી હતી. આ તેજી સાથે NSEએ વૈશ્વિક સ્તરે લંડન સ્ટોક એક્સચેન્જને પણ પાછળ છોડી દીધું છે.

2 / 7
ગુરુવારે BSE પર ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન NSEના શેરમાં 3.55 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને શેર ₹2,400ની સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ શેર ₹2,376 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 2.52 ટકા વધુ હતો. શેરમાં આવેલી આ તેજીને કારણે NSEનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન વધીને અંદાજે ₹6 લાખ કરોડ એટલે કે 64.1 અબજ ડોલર થઈ ગયું છે.

3 / 7
માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ NSEએ હવે વિશ્વના અગ્રણી સ્ટોક એક્સચેન્જોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. NSEએ જર્મનીના ડ્યુશ બોર્સને પાછળ છોડ્યું છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 63.4 અબજ ડોલર છે. જ્યારે લંડન સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન 62.4 અબજ ડોલર છે. આ બંનેને પાછળ છોડીને NSE વિશ્વનું ત્રીજું સૌથી મોટું એક્સચેન્જ બન્યું છે. હાલમાં CME ગ્રુપ 111.6 અબજ ડોલરના માર્કેટ કેપ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ 99.4 અબજ ડોલરના મૂલ્ય સાથે બીજા ક્રમે છે.

4 / 7
NSEના શેરની અત્યાર સુધીની સફર પણ ખાસ રહી છે. IPO દરમિયાન રોકાણકારોને આ શેર ₹1,785ના ભાવે ઓફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 24 સપ્ટેમ્બર, 2026ના રોજ શેરબજારમાં તેનું લિસ્ટિંગ ₹1,800ના સ્તરે થયું હતું. જોકે, લિસ્ટિંગ પછી શેરમાં શરૂઆતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. 23 ઓક્ટોબર, 2026ના રોજ શેર BSE પર ઘટીને ₹1,640.25ની સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનો તેનો સૌથી નીચો ભાવ હતો.

5 / 7
પરંતુ ત્યારબાદ NSEના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી છે. માત્ર એક મહિનાના ગાળામાં શેરે નીચલા સ્તરેથી લગભગ 46 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને 26 નવેમ્બરે ₹2,400ની નવી ઊંચાઈ બનાવી છે. ઓક્ટોબર મહિનામાં શેરમાં લગભગ 34 ટકાનો ઉછાળો નોંધાયો હતો. નવેમ્બર મહિનામાં પણ તેજી યથાવત રહી છે. અત્યાર સુધીના 18 ટ્રેડિંગ દિવસોમાંથી 14 દિવસ શેર વધારા સાથે બંધ રહ્યો છે.

6 / 7
બીજી તરફ, NSEના શેર અંગે બ્રોકરેજ કંપનીઓના મંતવ્યોમાં પણ હવે તફાવત જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બ્રોકરેજ કંપની HSBCએ NSE પર કવરેજ શરૂ કરીને શેરને 'હોલ્ડ' રેટિંગ આપ્યું છે. HSBCએ શેર માટે ₹2,300નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. કંપનીના મતે NSEનો બિઝનેસ અને તેના મૂળભૂત પરિબળો મજબૂત છે, પરંતુ શેરમાં અત્યાર સુધીમાં આવેલી તેજીને ધ્યાનમાં રાખીએ તો તેનું વર્તમાન મૂલ્યાંકન ઘણું ઊંચું છે.

7 / 7
ખાસ વાત એ છે કે HSBC પહેલાં NSEને કવર કરતી તમામ 17 વિશ્લેષક કંપનીઓએ શેર માટે ખરીદીની સલાહ આપી હતી. જોકે, હવે HSBCના હોલ્ડ રેટિંગ બાદ બજારમાં અલગ અભિપ્રાય સામે આવ્યો છે. બીજી તરફ, સ્થાનિક બ્રોકરેજ કંપની ICICI સિક્યોરિટીઝે NSE માટે ₹2,650નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ટાર્ગેટ માનવામાં આવે છે. આમ, NSEના શેરમાં આવેલી જોરદાર તેજીએ તેને વૈશ્વિક એક્સચેન્જોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચાડ્યું છે. જોકે, શેરની કિંમતમાં ઝડપથી થયેલા વધારા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસોમાં શેરની ચાલ અને બ્રોકરેજ કંપનીઓના અંદાજ પર રહેશે. (નોંધ; અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષણતોની સલાહ લેવી જરૂરી છે.)

Follow Us
Loading...
Unable to load recommendations.