
બીજી કંપની વિશે વાત કરીએ તો એક્સાઈડ બેટરી(exice batteries) કંપની પણ ગાડીઓ માટે બેટરી બનાવે છે અને તેના શેરના ભાવ 25 તારીખના શેર 578.15 રૂપિયા છે, આજે એટલે કે 25 તારીખે શેરના ભાવમાં 075 ટકાનો વધારો થયો છે અને શેરના ભાવ 4.30 રૂપિયાનો વધારો થયો છે.

હવે દેશમાં રક્ષા ક્ષેત્રે વપરાતા વાહનોની બેટરી વિશે વાત કરીએ તો તેમાં બે કંપની મોખરે છે જેમાં પહેલા નંબર પર હાઈ એનર્જી બેટરી(High Energy Batteries) કંપનીના શેરની ભાવ 25 તારીખના રોજ 853.20ના ભાવે બંધ થયા હતા અને શેરના ભાવમાં આજે 36 રૂપિયાનો વધારો થયો છે, જે 4.41 ટકા છે.

રક્ષા ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં વપરાતી બેટરીની બીજી કંપની વિશે વાત કરીએ તો તે એચબીએલ(HBL Batteries) છે, આ શેરનો આજે શેરબજાર બંધ થયા બાદ ભાવ 505.25 રૂપિયા હતો આજે શેરના ભાવમાં 1.38 ટકા એટલે કે 6.90 રૂપિયાનો વધારો થયો છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.