ડરવાની જરુર નથી…WHOએ HMPV ને બતાવ્યો સામાન્ય વાયરસ

|

Jan 09, 2025 | 10:21 AM

WHO એ HMPV ને એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર આ એક સામાન્ય વાયરસ છે. તેની ઓળખ 2001 માં થઈ હતી અને ત્યારથી તે લોકોમાં હાજર છે.

1 / 5
ચીન પછી ભારતમાં પહોંચેલા HMPV પર વિશ્વ આરોગ્ય સંગઠનની પહેલી પ્રતિક્રિયા આવી છે. WHO એ તેને એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંગઠને કહ્યું છે કે, HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસ નવો નથી. તેની ઓળખ 2001 માં જ થઈ હતી. તે ઘણા સમયથી લોકોમાં હાજર છે જે શિયાળાની ઋતુમાં વધે છે.

2 / 5
હાલમાં ચીનમાં HMPV ના ઘણા કેસ નોંધાયા હતા, ત્યારબાદ ભારતમાં પણ તેના દર્દીઓ જોવા મળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ચિંતા વધી ગઈ હતી. વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વાયરસ પણ કોરોનાની જેમ વિનાશ સર્જી શકે છે. જો કે તાજેતરમાં આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ લોકોને ગભરાવાની અપીલ કરી હતી. હવે WHO એ પણ આ સ્પષ્ટ કરી દીધું છે.

3 / 5
WHO એ શું કહ્યું? : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે, HMPV એ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ 2001 માં થઈ હતી અને તે લાંબા સમયથી લોકોમાં હાજર છે. આ એક સામાન્ય વાયરસ છે જે શિયાળા અને વસંત ઋતુમાં ફેલાય છે. આમાં શ્વાસ લેવામાં તકલીફ અને સામાન્ય શરદી જેવી ફરિયાદો શામેલ હોઈ શકે છે.

4 / 5
ભારતમાં નવ કેસ મળી આવ્યા છે : અત્યાર સુધીમાં દેશમાં HMPV ના નવ કેસ નોંધાયા છે. બુધવારે સવારે મહારાષ્ટ્રમાં નવમો કેસ નોંધાયો હતો. જ્યાં હિરાનંદાની હોસ્પિટલમાં 6 મહિનાની બાળકીમાં ચેપ જોવા મળ્યો હતો.

5 / 5
અગાઉ નાગપુરમાં પણ બે કેસ નોંધાયા હતા. આ વાયરસનો પહેલો કેસ કર્ણાટકમાં નોંધાયો હતો. ત્યાં બે કેસ નોંધાયા, તમિલનાડુમાં બે અને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા છે.

Next Photo Gallery